Gujarat

અમરેલીમાં ૫૦, ગોંડલમાં ૬૦ અને ચોરવાડમાં ૩૦ પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા અમરેલી, ગોંડલ, ચોરવાડ માં પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા ત્રણ દિવસમાં માનાતાના નામે ૧૪૦ બોકળાના જીવ બચાવતું વિજ્ઞાન જાથા.

અમરેલીમાં ૫૦, ગોંડલમાં ૬૦ અને ચોરવાડમાં ૩૦ પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા અમરેલી, ગોંડલ, ચોરવાડ માં પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા

ત્રણ દિવસમાં માનાતાના નામે ૧૪૦ બોકળાના જીવ બચાવતું વિજ્ઞાન જાથા.

પશુબલી કરનાર જ્ઞાતિ સમાજના જાગૃતોએ માહિતી આપતા પર્દાફાશ.

અમરેલીમાં રાત્રે બે વાગ્યે, ગોંડલમાં રાત્રે ૧૨ વાગ્યે મોડે સુધી કરી કાર્યવાહી.

જ્ઞાતિ સમાજના આગેવાન–ભુવાએ પશુબલી બંધની જાહેરાત કરી.

માનતાના નામે પશુ-પક્ષીની બલી કાનુની અપરાધ… વિજ્ઞાન જાથા

અમદાવાદ : દેશભરમાં પશુ-પક્ષીની બલી અટકાવવાનું અભિયાન ભારત જન વિજ્ઞાન જાથાની રાજય–રાષ્ટ્રીય કચેરી અંતર્ગત ચાલી રહ્યું છે તેના ભાગરૂપે અમરેલી, ગોંડલ, ચોરવાડમાં સામુહિક પશુબલી અટકાવવામાં સ્થાનિક પોલીસ તંત્ર મદદરૂપ થવાથી જાથાને ૧૪૦ બોકળાના જીવ બચાવવામાં સફળતા મળી હતી. જ્ઞાતિ સમાજના આગેવાન–ભુવાએ પશુબલી બંધની લેખીત કબુલાત આપી બંધની જાહેરાત કરી હતી. જાથા અને પોલીસ તંત્રે રાત્રિના ૧૨ કલાકથી સવાર સુધીમાં નિર્દોષ પશુઓના જીવ બચાવી વ્યવસ્થા કરી હતી.

બનાવની વિગત પ્રમાણે અમરેલી, ગોંડલ, ચોરવાડ એક જ જ્ઞાતિ સમાજના જાગૃતોએ જાથાના કાર્યાલયે માહિતી આપી હતી. તેમાં દર વર્ષે પરંપરા–માન્યતા અને માનતાના નામે સામુહિક પશુબલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભુવા મંડળી તેના સમર્થકો પશુબલીમાં શ્રદ્ધા ધરાવે છે જયારે યુવાવર્ગ આ માન્યતામાં ફેરફાર ઈચ્છી પશુબલી બંધ થાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે તેથી જ્ઞાતિના સમાજ સુધારકે અમરેલીમાં ૫૦ બોકળાથી વધુ જયારે ગોંડલમાં ૬૦ બોકળાથી વધુ અને ચોરવાડમાં ૩૦ બોકળાની માનતા હોય મધ્ય રાત્રિ બાદ પશુબલી થવાની છે તેવી માહિતી આધાર-પુરાવા સાથે ગુગલ મેપ આપી જાથા અકાટવે તેવી વાત મુકી હતી. અમારી જ્ઞાતિ માંસાહારને પ્રાધાન્ય આપે છે. અમરેલીમાં એક હજાર, ગોંડલમાં બે હજાર, ચોરવાડમાં સાતસોથી આઠસો માતાજીના શ્રદ્ધાળુઓની હાજરી હોય તે સંબંધી પુરાવા સરનામા આપ્યા હતા. માનતાના બોકળાની પ્રસાદ માંડવાની બહાર લઈ જવાતા નથી તેથી શ્રદ્ધાળુઓના ભોજન સાથે આપવામાં આવે છે. બોકળા તેને કાપવાના સાધનોનો વિડીયો આપી તૈયારીનો ઉલ્લેખ કર્યો હતો. અમો ચુનારા જ્ઞાતિના હોય દર વર્ષે આયોજન કરી પશુબલીમાં માતાજીને બોકળાના ડોકા–માથા ધરવામાં આવે છે. બોકળાની ધ્રુજારીની સંમતિ ૫છી કાપવામાં આવે છે.

ચુનારા જ્ઞાતિના જાગૃતે નામ ન આપવાની વાત મુકી જણાવ્યું કે વિજ્ઞાન જાથા આવશે તેવા ડરથી જુદી જુદી જગ્યાએ બોકળા બાંધવામાં આવ્યા છે. સૌ પ્રથમ એક બોકળાને માતાજીની સન્મુખ રાખી બાકીના બોકળાના કાનની કિનારી કાપી ધરાવવામાં આવશે. જ્ઞાતિના ભુવા દાણા પાડી માતાજીની મંજુરી લેવાના છે. બોકળાની વિધિ શરૂ થાય તે પહેલા જથા આવી જાય તો પશુબલી અટકે તેમ છે તેવી વાત મુકી હતી. પશુબલી સ્થળ આસપાસ રસ્તામાં માનતાવાળાના સદસ્યો ઉભા રહી દેખરેખ રાખે છે તેના નામો આપવામાં આવ્યા હતા. ત્રણેય માનતાની જગ્યાએ બિનઅધિકૃત રીતે એકસો બોકળાની બલી સંબંધી વાત કરી જીવ બચાવવા મદદ માંગી હતી. માહિતી આપનારે મંડપમાં બોકળા બાંધ્યા છે તેનો વિડિયો–ફોટોગ્રાફી આપી હતી. સૌ પ્રથમ એક બોકળાનો વધ કરી તેનો પ્રસાદ ભોજનમાં ભેળવી દેવામાં આવશે. પ્રસાદ લેવા મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે. ૫૦ થી ૬૦ બોકળાની કાનની બુટ કાતરથી કાપી લોહીવાળી માતાજીને ધરવામાં આવશે તે માતાજી પ્રસન્ન થાય તો ભુવાના શરીરમાં ધ્રુજારી આવે છે બાદ બોકળાને અબીલ–ગુલાલ–કંકુથી નવડાવી તેને ધ્રુજારીનો પરચો માતાજી આપશે તેવી હકિકત કહી હતી. સ્થળ ઉપર જાથા આવી જાય તો હાજર સૌ એ સુવાનો ઢોંગ કરવો તેવું નક્કી કરવામાં આવ્યું છે. પોલીસ સ્ટાફ ઓછો હોય તો લાઈટો બંધ કરી હુમલો કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હતું. સમાજ સધારકો કોઈપણ ભોગે પશુબલી અટકાવવા જાથા પાસે મદદની માંગ કરી હતી.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓને, જિલ્લા પોલીસ વડા, આઈ.જી.પી. ને પત્ર પાઠવ્યો હતો અને અમરેલી પો. ઈન્સ. એમ. એચ. ઝાલા, ગોંડલ ‘એ’ ડિવીઝનના જે. આર. ઝાલા, ‘બી’ ડિવીઝનના જે. પી. રાવ, ચોરવાડના જી. આઈ. રાઠોડને પત્ર સાથે મોબાઈલ ઉપર વાત કરવામાં આવી હતી. જેથી અમરેલીમાં પોલીસ સ્ટાફની ફાળવણીમાં પી.એસ.આઈ. એન. બી. ભટ્ટ, એ.એસ.આઈ. થવદભાઈ ચૌહાણ, એ.એસ.આઈ. જયસુખભાઈ, હેડ કોન્સ્ટે. પરવેજભાઈ સૈયદ, હેડ કોન્સ્ટે. અમાનભાઈ કાજી, પો. કોન્સ્ટે. રવિભાઈ વાળા, મહિલા પોલીસ કર્મીઓ અને ગોંડલમાં હેડ કોન્સ્ટે. સિધ્ધરાજસિંહ સહિત ‘એ’ અને ‘બી’ ડિવીઝનમાંથી પોલીસની ફાળવણી કરવામાં આવી હતી.

રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, શૈલેષભાઈ ગોબરભાઈ શેખ, રવિ પરબતાણી, અંકલેશ ગોહિલ, ભાનુબેન શેઠીયા, ભક્તિબેન રાજગોર પશુબલી અટકાવવા રવાના થયા.

અમરેલીમાં ચુનારા ડેલામાં માંડવો, માતાજીનું સ્થાનક હતું ત્યાં પોલીસ, જાથા ત્રાટકયું, ગમે તે કારણોસર આયોજકોને વિજ્ઞાન જાથાની ખબર પડી જતાં બોકળા કાપવાના સાધનો રફેદફે કરી નાખ્યા. માંસાહારના તપેલા હતા તેમાં અમારું રોજીંદું ખાવાનું હોય રાખ્યું છે તેવી દલીલ કરવામાં આવી ત્યાંથી આગેવાન-ભુવા મગનભાઈ મણીભાઈ બાંભણીયા અમરેલી અને મહેશભાઈ દાનાભાઈ ડોડીયા ખીરસરા જેતપુરને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા. બંનેએ કબુલાતનામામાં પશુબલીની કબુલાત આપી કાયમી બંધની જાહેરાત કરી દીધી. આશરે ૫૦ થી વધુ બોકળાની વ્યવસ્થા મગનભાઈએ કરી હતી. પશુબલીની ઘટના બની ન હોય પોલીસે પુછપરછ કરી હતી. હાજર બોકળા જીવિતની સલામતી રાખવામાં આવી હતી. ગોંડલ નદી કાંઠે નવું મેલડી માતાજીનું મંદિર બનાવ્યું હોય મોટો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બે હજારથી વધુ શ્રદ્ધાળુઓની હાજરી હતી. તે સ્થળે વિજ્ઞાન જાથાની ટીમ અને ગોંડલ સીટી ‘એ’, ‘બી’ ડિવીઝનના પોલીસ કર્મીઓ, હથિયારધારી પોલીસ સાથે મહિલા પોલીસ કર્મીઓ પહોંચી ગયા. ત્યાં દિલીપભાઈ મનસુખભાઈ ઓળવીયા, ચુના ભઠ્ઠી પાસે, ગોંડલ અને સુરેશ દોલુભાઈ રાઠોડ, કોઠારીયા સોલવન્ટ, ગોંડલ રોડ, રાજકોટ શ્રદ્ધાળુઓ હાજર હતા. શરૂમાં નાસભાગ મચી ગઈ, રસ્તામાં ખબરદારીએ જાથા–પોલીસ વાન આવે છે તેવી માહિતી આપતા બધું સગેવગે કરી દીધું. આગેવાને જાથાને કીધું કે અમારો માંસાહારનો ખોરાક છે તેથી વ્યવસ્થા છે. જાથાએ મંડપમાં બાંધી રાખ્યા હતા તે બોકળાના ફોટા-વિડીયો બતાવ્યો. નવા મંદિરે શ્રદ્ધાળુઓ એકઠા થવા લાગ્યા. આયોજકો હાથ જોડી માફી માગવા લાગ્યા. અચાનક જગ્યા ઉપર બધી લાઈટ, રોશની બંધ કરી દેવામાં આવી. જાથા અને પોલીસ પરિસ્થિતિનો તાગ મેળવી લીધો. પચાસથી વધુ બોકળા જીવિત હોય બાંહેધરી લઈ વ્યવસ્થા કરવામાં આવી. પોલીસ સ્ટેશને દિલીપભાઈ મનસુખભાઈ ગોંડલ તથા સુરેશ દોલુભાઈ રાઠોડ, રાજકોટે કબુલાતનામામાં સહી કરી પશુબલી બંધની જાહેરાત કરી દીધી. ચોરવાડ પોલીસ ઈન્સ્પેકટર જી. આઈ. રાઠોડ સાથે વાત કરી રાજકોટ ટીમ રવાના થઈ પશુબલી સ્થળે જાથા આવે છે તેવી ખબર પડતા આયોજકોએ બોકળાને સલામત જગ્યાએ ફેરવી નાંખી તમામ ધાર્મિક કાર્યક્રમો બંધની જાહેરાત કરી મંડપ છોડવાનું કામ શરૂ કરી દીધું. જાથાની ટીમ રસ્તામાં હોય સમાજ સુધારકે સમગ્ર હકિકતથી વાકેફ કરી એક જીવ કપાયો નથી, શ્રદ્ધાળુઓ વિખેરાઈ ગયા છે. પશુબલીનો પ્રસાદ લેવા આવેલાઓએ જે વાહન મળ્યું તેમાં પોતાના ઘરે ગામમાંથી ચાલતી પકડી હતી. જાથાએ પો. ઈન્સ. રાઠોડ સાથે વાત કરી અંતિમ નિર્ણયમાં નિર્દોષ જીવ બચી ગયા છે હવે પરત ફરવાનું નક્કી થયું.

અમરેલી, ગોંડલ, ચોરવાડમાં પશુબલીમાં બોકળાનો મોટો સમુહ રાખવામાં આવ્યો હતો પરંતુ જાથાના કારણે તમામ જીવ બચી ગયા હતા. જાથાએ અમરેલી, જુનાગઢ, રાજકોટ પોલીસ અધિક્ષકનો આભાર માન્યો હતો.

ગોંડલમાં પોલીસ સિધ્ધરાજસિંહ, રાણાભાઈ સહિત પોલીસ સ્ટાફે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, શૈલેષભાઈ શેખ અને રોમિત રાજદેવ, ભાનુબેન શેઠીયા સહિત સ્થાનિક કાર્યકરોએ પરિસ્થિતિ મુજબ કામગીરી કરી હતી. રાજયમાં પશુબલીની માહિતી મો.નં. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર આપવી.

ફોટો તસ્વીર :– અમરેલી, ગોંડલ અને ચોરવાડમાં પશુબલી સ્થળની તસ્વીર અને કાયમી બંધ કરવાની ખાત્રી આપતા આગેવાન, ભુવા નજરે પડે છે. જાથાના જયંત પંડયા પશુબલી કાનુની અપરાધ છે સમજ આપતા નજરે પડે છે. પોલીસ સ્ટાફ અને શ્રદ્ધાળુઓ નજરે પડે છે.

ભારત જન વિજ્ઞાન જથે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

IMG-20260509-WA0020.jpg