Gujarat

વડોદરા જિલ્લા પોલીસે બુટલેગરોના ખરાબ મનસુબાઓ પર પાણી ફેરવી દીધું!!!

નશાના કાળા કારોબાર સામે પોલીસ કેટલી સક્રિય થઈને કામગીરી કરી રહી છે તેનો વધુ એક પુરાવો વડોદરાથી સામે આવ્યો છે જેમાં, જીલ્લા પોલીસની ટીમે બુટલેગરોનાં ખરાબ મનસુબાઓ પર પાણી ફેરવી દીધું છે.

વડોદરાના કોટંબી નજીક ૧.૨૦ કરોડથી વધુની કિમતનું વિદેશી દારૂથી ભરેલું ગોડાઉન ઝડપાયું છે. શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનાં સાઇનાથ એન્ટરપ્રાઇઝનાં ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યા હતા.જિલ્લા એલસીબીએ દરોડો પાડી કુખ્યાત બિશ્નોઇ ગેંગને ઝડપી પાડી હતી.

આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઇ ગેંગનાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હરિયાણા અને મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો મંગાવી જિલ્લામાં સપ્લાય કરવાનો હતો.દારૂનું કટિંગ થાય તે પહેલાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી. ૧.૨૪ કરોડ કિંમતનાં વિદેશી દારુની ૧૪૯૦ પેટીઓ જપ્ત કરવામાં આવી હતી.હરિયાણાનો સુમિત, જાેધપુરનો સુનીલ અને મહારાષ્ટ્રનો પ્રધાનજી વોન્ટેડ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દારૂનું વેચાણ શરૂ થાય તે પહેલાં જ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સચોટ માહિતીના આધારે આ સફળ કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા ગ્રામ્ય ન્ઝ્રમ્ને મળેલી આ મોટી સફળતાથી બુટલેગરોના દિવાળીના પ્લાન નિષ્ફળ બન્યા છે. પોલીસ હવે આ નેટવર્કના અન્ય સંડોવાયેલા સભ્યો અને દારૂની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.