Gujarat

વઢવાણ તાલુકા કક્ષાનો વન મહોત્સવ મેમકાના હરિતલાવડીમાં યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના મેમકા ગામમાં આવેલા પવિત્ર હરિતલાવડી ખાતે વઢવાણ તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો. આ પ્રસંગે ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો. જેમાં સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા.

આ પ્રસંગે હાજર મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો. ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત માતાના નામે વૃક્ષ વાવી તેનું જતન કરવા અપીલ કરાઈ. વૃક્ષો સ્વચ્છ હવા અને સારા પર્યાવરણનો આધાર છે. માતાના નામે વાવેલું દરેક વૃક્ષ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક બને તેવા સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરાયું. કાર્યક્રમ દરમિયાન વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા સૌને અપીલ કરાઈ.