Gujarat

સાંકડા-ગીચ વિસ્તારો, હાઈરાઈઝડ બિલ્ડીંગો સહિતના સ્થળોએ બચાવ કામગીરીમાં બહુઉપયોગી‎

જામનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં આગ તેમજ આકસ્મિક આપતિઓમાં નાગરીકોના જાનમાલની સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવાના હેતુ સાથે મનપાના ફાયર બ્રિગેડમાં આધુનિક સુવિધાથી સજજ વધુ દશ નવા વાહન વસાવવામાં આવ્યા છે. જામનગર ફાયર સર્વિસના મુદત પુર્ણ થયેલા 14 જેટલા જુના વાહનો સેવામુકત કરવામાં આવ્યા છે.રાજય સરકારની વાહન ફીટનેક અને સ્ક્રેપિ઼ગ પોલીસી અંતર્ગત ત્રણ વર્ષ દરમિયાન જુદા જુદા 14 જેટલા વાહનોની મુદત પુર્ણ થઇ જવા પામી હતી.જે સેવામુકત કરાયાની સાથે વધુ દશ નવા વાહનો ફાયર બ્રિગેડ શાખામાં વસાવવામાં આવ્યા છે.

જે અત્યાધુનિક વાહનો સામેલ થવાથી શહેરના સાંકડા અને ગીચ માર્ગોથી લઇ ઔઘોગિક ઝોન અને હાઇરાઇઝ ઇમારતોમાં ઉદભવતી આગ અને આપતિજનક પરિસ્થિતિઓમાં ફાયર બ્રિગેડની ટીમ ત્વરીત વધુ સક્ષમતાપુર્વક રાહત બચાવ કામગીરી પુર્ણ કરી શકશે.

ચાર વોટર બ્રાઉઝર સહિત 10 વાહનો સામેલ જામનગર ફાયર બ્રિગેડના કાફલામાં ઈમરજન્સી અને આગની ઘટનાઓ સામે પહોંચી વળવા આધુનિક વાહનોનો સમાવેશ થાય છે. જેમાં મોટા પ્રમાણમાં પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતા ચાર વોટર બ્રાઉઝર, બહુવિધ કામગીરી માટે ત્રણ મલ્ટી પર્પઝ ફાયર ટેન્ડર, સાંકડી ગલીઓમાં ઝડપી કામગીરી માટે 2 મીની ફાયર ટેન્ડર અને એક કોન્વેય વ્હીકલ સામેલ છે.