Gujarat

પીએમ મોદીના જન્મદિવસ પર પ્રગટાવો ‘આશીર્વાદનો દીવો’

લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયાએ એક અપીલ કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે ઘરઆંગણે ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવી તેમના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરવા જણાવ્યું છે રમેશભાઈ ગાગીયાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના લોકોના ભલા માટેના કામોને કારણે તેમના પ્રત્યે લોકોમાં ઘણો વિશ્વાસ છે. આથી, નાગરિકો તેમના જન્મદિવસને ખાસ બનાવીને આ દીવો પ્રગટાવે. તેમણે લાલપુર તાલુકાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી છે.