Gujarat

ગણેશોત્સવ સંદર્ભે જામનગર પોલીસે ડીજે સંચાલકો સાથે કરી બેઠક

જામનગર સિટી-એ ડિવિઝન પોલીસે ગણેશ મહોત્સવ દરમ્યાન ડીજે સંચાલકો સાથે બેઠક કરી હતી. આ બેઠક સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ વી.એમ. ડોડીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ડીજે સંચાલકો હાજર રહ્યા હતા. પોલીસે તેમને આગામી ગણેશ મહોત્સવ અને અન્ય તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ સૂચનાઓ અપાઈ હતી.

ડીજેમાં અશ્લીલ કે કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો ન વગાડવા સ્પષ્ટ સૂચના અપાઈ હતી. સિટી-એ ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયાએ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ખોટી અફવા કે ભ્રામક માહિતી ન ફેલાવવા અપીલ કરી હતી. ડીજે સંચાલકોને એકબીજા સાથે હરીફાઈ ન કરવા અને તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.