અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (AIBF 2026)ના વિશિષ્ટ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે “વિકસિત ભારત 2047 માટે ઉચ્ચ શિક્ષણ અને નાગરિક સમન્વયનું પરિવર્તન” વિષય પર વાઇસ ચાન્સેલર રાઉન્ડટેબલ પરિસંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 24 ઓક્ટોબર 2026(શનિવાર)ના રોજ બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરના ડોમ–2 ખાતે આ વિશેષ પરિસંવાદ યોજાયો હતો.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમાર (IAS), AMC મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની(IAS), ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ડૉ. જગદીશ જોશી, BAOUના કુલપતિ પ્રો. ડૉ. અમી ઉપાધ્યાય, SPUના કુલપતિ પ્રો. ડૉ. નિરંજન પટેલ, IITEના ચાન્સેલર પ્રો. ડૉ. મુકેશ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. ઉત્પલ જોશી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડૉ. ટી. એસ. જોશી, સાબરમતી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. બી. એસ. પટેલ અને અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલસચિવો, કુલપતિના પ્રતિનિધિઓ, ગુજરાત યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક ભવનોના અધ્યક્ષઓ/વિભાગીય વડાઓ તેમજ AMCના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.

