Gujarat

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે

હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે.

9 નવેમ્બર સુધી વરસાદની કોઈ સંભાવના નથી હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. આગામી 7 દિવસ મહત્તમ તાપમાન કે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નથી. રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેશે બીજી તરફ અમદાવાદ શહેરમાં આકાશ સ્વચ્છ રહેવાની ગણતરી દર્શાવાઈ છે. શહેરમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધુ એટલે કે 22.5 ડિગ્રી નોંધાયું છે. આગામી દિવસોમાં પણ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેવાની સંભાવના છે.