પાલીતાણા શહેરના ભીલવાસ ગરાજીયા રોડ પર જૂની અદાવત કે અન્ય કોઈ કારણોસર બે જૂથો સામસામે આવી જતાં જાહેરમાં ભીષણ પથ્થરમારો સર્જાયો હતો. 112 જનરક્ષક વાનની ટીમે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી વધારાના પોલીસ કાફલાને બોલાવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ મામલે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલે જાહેરમાં ગેરકાયદે મંડળી રચી પથ્થરમારો કરવા બદલ મહિલાઓ સહિત 22 શખ્સો સામે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ભીલવાસ ગરાજીયા રોડ પર બે પક્ષો વચ્ચે છૂટા પથ્થરમારો પાલીતાણા ટાઉન પોલીસ મથકના કોન્સ્ટેબલ મનસુખભાઈ ગભાભાઈ પરમાર ગત તા. 10 નવેમ્બર 2026ના રોજ 112 જનરક્ષક વાનના ઈન્ચાર્જ તરીકે ફરજ પર હતા. આ દરમિયાન સાંજના આશરે 6:05 વાગ્યાના સુમારે ભીલવાસ ગરાજીયા રોડ પર બે પક્ષો વચ્ચે છૂટા પથ્થરમારાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પોલીસ ટોળાને વિખેરી પરિસ્થિતિ થાળે પાડી પોલીસે સ્થળ પર પહોંચીને જોયું તો સોલંકી અને નાવડીયા પરિવારના સભ્યો સહિત બંને જૂથના 22 લોકો જાહેરમાં સામસામે પથ્થરમારો કરી તકરાર કરી રહ્યા હતા, જેનાથી સ્થાનિક લોકો અને રાહદારીઓની જિંદગી જોખમમાં મૂકાઈ હતી. કોન્સ્ટેબલે તાત્કાલિક વધુ પોલીસ કાફલો બોલાવીને પથ્થરમારો કરતાં ટોળાને વિખેરી પરિસ્થિતિ થાળે પાડી હતી.
પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈની ફરિયાદના આધારે પોલીસે ગૌતમ અશોકભાઈ સોલંકી, આકાશ ભરતભાઈ સોલંકી, ઓનીત પ્રવિણભાઈ સોલંકી, અરવિંદ પરસોતમભાઈ સોલંકી, પ્રવિણ પરસોતમભાઈ સોલંકી, અરુણ સોલંકી, નરેન્દ્ર સોલંકી, અલ્પેશ સોલંકી, આશાબેન સોલંકી, રંજનીબેન સોલંકી, પવુબેન સોલંકી તેમજ નરેશ વસંતભાઈ નાવડીયા, વિજય નાવડીયા, બિપિન નાવડીયા, કરણ નાવડીયા, સજુ નાવડીયા, મયુર નાવડીયા, આદિત્ય નાવડીયા, સુમીત નાવડીયા, આકાશ નાવડીયા, રૂપાબેન નાવડીયા અને શિલાબેન નાવડીયા સામે ગુનો નોંધ્યો છે.

