મહારાષ્ટ્રના બારામતી એરપોર્ટ પર ટ્રેનિંગ વિમાન લપસી જતા અકસ્માત સર્જાયો હતો પરંતુ તેમાં સવાર તાલીમાર્થી પાઇલટ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. વિમાન ક્રેશ થવાના સમાચાર મળતાં જ એરપોર્ટ પર ભારે અફરાતફરી અને હડકંપ મચી ગયો હતો.
ટ્રેનિંગ વિમાન પોતાની કાયમી ઉડાન બાદ મહારાષ્ટ્રના બારામતી એરપોર્ટના રનવે પર લેન્ડ કરી રહ્યું હતું અને તે જ સમયે વિમાન પરનું નિયંત્રણ ગુમાવતા તે રનવે પરથી નીચે ઉતરી ગયું હતું અને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બારામતી એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા ૮ મહિનાના સમયગાળામાં વિમાન દુર્ઘટના બનવાની આ ત્રીજી ઘટના છે.
વિમાનને નુકસાન પહોંચ્યું છે પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ સંબંધિત અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ અકસ્માત બપોર ના સમયે એરપોર્ટ પરિસરમાં થયો હતો. આ અકસ્માતો જે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર અન્ય પ્રકાર ના સવાલો ઉભા કરે છે.

