પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના હલીશહરમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા પર ઉશ્કેરાયેલી ભીડે એ હુમલો કર્યો હતો. કાફલો તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના એક મૃત કાર્યકરના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેને વચ્ચે જ રોકી દીધો અને હુમલો કર્યો હતો અને પ્રદર્શનકારીઓએ તેમની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી, અને તેના પર કાદવ, પાણીની બોટલો તેમજ જૂતા-ચંપલ ફેંક્યા હતા તથા મમતા બેનરજી સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
ત્યાની બગડતી પરિસ્થિતિ બગડતી જાેઈને, પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું અને કડક સુરક્ષા હેઠળ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને સુરક્ષા ઘેરાબંધીની અંદર મમતા બેનર્જીના કાફલાને વિસ્તારની બહાર લઈ ગયા.
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે પોલીસની હાજરી માં જ આક્રમક ટોળાએ અચાનક તેમના વાહન પર પથ્થરો અને પગરખાંથી હુમલો કર્યો. જાેકે, તે સમયે કારની બારીઓ બંધ હતી, જેના કારણે પથ્થરો તેમને વાગ્યા નહીં નહીંતર માથું ફૂટ ગયું હોત.
આ ઘટના બાદ હલીશહરમાં પોલીસ દરેક પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

