રાપરના એક ગામમાં દુષ્કર્મ કરી ભાગી ગયેલા આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડ્યો છે. રાપર પોલીસ સ્ટેશનમાં 22 સપ્ટેમ્બર 2026ના રોજ દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. જેમાં વોન્ટેડ આરોપીને શોધવા પોલીસે ખાસ યોજના બનાવી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદ લીધી.

આરોપી રમેશ ઉર્ફે ભોજા ભીખાભાઈ સોલંકીને પકડી પાડવામાં આવ્યો. તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાઈ છે. રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પીએસઆઈ એચ.વી. કાતરીયા અને રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી.

