રાપર પોલીસે સરણવાંઢ ગામમાંથી ગોવિંદ ડાયાભાઇ કોલી નામના આધેડને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. તેની સામે આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમી મળતા પોલીસે સરણવાંઢ ગામે એક મકાનમાં દરોડો પાડ્યો. તપાસ કરતા ગેરકાયદેસર હાથબનાવટની દેશી બંદૂક મળી આવી, જેને પોલીસે જપ્ત કરી છે.

