કડી તાલુકાના કુંડાળ ગામના વતની અને ધી મહેસાણા ડી.સે.કો.ઓ. બેંક લિ.ના ચેરમેન વિનોદભાઈ પટેલના 65મા જન્મદિવસે શુક્રવાર, 13 નવેમ્બર 2026ના રોજ રક્તદાન કેમ્પ યોજાયો. સવારે 7થી બપોરે 2:30 વાગ્યા સુધીમાં 1550થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ.

કડી તાલુકા અને શહેરના ભાજપના કાર્યકરો તેમજ સામાજિક અને સહકારી આગેવાનોએ કેમ્પનું આયોજન કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલા કેમ્પમાં રક્તદાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપવામાં આવી હતી.
કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ, કરણનગર રોડ પરના ગાયત્રી મંદિર, કુંડાળની અંબાજી માતાજીની વાડી અને નાનીકડીના 27 સમાજ સેવા કેન્દ્રમાં રક્તદાનની વ્યવસ્થા કરાઈ હતી.
\કડી માર્કેટયાર્ડમાં યોજાયેલા મુખ્ય સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળી અને સાંસદ હરિભાઈ પટેલ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત ભરતસિંહ ડાભી, મયંકભાઈ નાયક, રાજુભાઈ શુક્લ, નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડ, જી.એસ.સી. બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોષી સહિત ધારાસભ્યો અને સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ બાદ સૌએ સાથે ભોજન લીધું.

