શુક્રવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ મસ્જિદમાં થયેલા એક ભયાનક વિસ્ફોટને કારણે અફરાતફરી મચી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ પ્રાંતના કોહાટ જિલ્લામાં જૂની પોલીસ લાઇન્સ નજીક થયો હતો.
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને તસવીરો વાયરલ થયા છે જેમાં શુક્રવારની નમાઝ દરમિયાન થયેલા આ વિસ્ફોટની તીવ્રતા જાેવા મળે છે. આ દ્રશ્યો અને તસવીરોમાં ક્ષતિગ્રસ્ત દીવાલો અને ઈમારતો દેખાય છે, જ્યારે લોકો ઘાયલોની મદદ માટે દોડી રહ્યા હતા.
સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ સહિતની બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે. ‘રેસ્ક્યુ ૧૧૨૨ ખૈબર પખ્તુનખ્વા‘ના પ્રવક્તા બિલાલ અહેમદ ફૈઝીએ જણાવ્યું હતું કે બચાવ ટીમો પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
હાલમાં કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ કેટલાક બિનસત્તાવાર અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હતો જે ‘ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન પાકિસ્તાન‘ દ્વારા કરવામાં આવ્યો હતો. ૈંસ્ઁ એ ગયા વર્ષે એપ્રિલમાં રચાયેલું એક ઉગ્રવાદી જૂથ છે જે પાકિસ્તાની સુરક્ષા દળોનો વિરોધ કરે છે અને ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન નું હરીફ જૂથ છે.

