હુથીઓ તરફથી નવી ચેતવણી: સાઉદીમાં તાજેતરના હુમલામાં ૧૨ લોકોનાં મોત બાદ તણાવમાં મોટો વધારો
શનિવારે હુથી વિદ્રોહીઓના ઘાતક હુમલામાં ૧૨ લોકોના મોત અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા બાદ, રવિવારે સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, આગામી સૂચના સુધી આ કામગીરી બંધ રહેશે.
મીડિયાએ એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, “રિયાધ એરપોર્ટ પર આજે ફરીથી કામગીરી સ્થગિત કરવામાં આવી છે. વહેલી સવારે અમને આ અંગે જાણ કરવામાં આવી હતી.”
અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે શનિવારે રિયાધ એરપોર્ટ પર હુથીઓના હુમલા બાદ રડાર અને સંચાર ઉપકરણોને નુકસાન થયું છે, તેમજ રનવેની સ્થિતિની પણ ચકાસણી કરવાની જરૂર છે.
એર ટ્રાફિક મોનિટર ‘ફ્લાઇટરાડાર૨૪‘ એ ‘ઠ‘ (અગાઉનું ટ્વિટર) પર એક નિવેદન જારી કરીને આ સ્થગિતતા અંગે માહિતી આપી હતી. તેમાં જણાવાયું હતું કે, “રિયાધ એરપોર્ટ બંધ રાખવાની મુદત વધુ ૨૪ કલાક માટે લંબાવવામાં આવી છે, જે આજે ૨૧:૦૦ ેં્ઝ્ર સુધી અમલમાં રહેશે.”
સાઉદી-હુથી સંઘર્ષમાં મોટો વધારો
રિયાધ એરપોર્ટ પર હુથીઓનો આ તાજેતરનો હુમલો બે દિવસના ગાળામાં થયેલો બીજાે હુમલો હતો. ગુરુવારે, હુથીઓએ રિયાધમાં કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સાઉદિયા એરલાઇન્સના વિમાનને નિશાન બનાવ્યા હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
મૃતકોમાં રાષ્ટ્રીય એરલાઇનના એક પાઇલટનો સમાવેશ થાય છે, જેમની ઓળખ હમૂદ અલી અલ-કલથામી તરીકે કરવામાં આવી છે. સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે હુમલામાં “વિવિધ રાષ્ટ્રીયતા” ધરાવતા અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા હતા.
શનિવારે હુથીઓએ ફરી એકવાર એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. ૧૨ લોકોના મોત સાથે આ સંઘર્ષમાં મોટો વધારો જાેવા મળ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ હુથીઓ સામે સાઉદીની કાર્યવાહીમાં જાેડાવા અંગે વિચારણા કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “અમે કદાચ જાેડાઈ શકીએ. અમે આ બાબતની તપાસ કરીશું. અમને હમણાં જ તાજેતરના હુમલા વિશે જાણ થઈ છે, તેથી અમે તે અંગે ર્નિણય લઈશું.”
જાે અમેરિકા હસ્તક્ષેપ કરે છે, તો હુથીઓ મહત્વપૂર્ણ જળમાર્ગ દ્વારા થતા જહાજાેના પરિવહનને અટકાવી શકે છે અને પર્શિયન ગલ્ફમાંથી તેલના પ્રવાહને વધુ મર્યાદિત કરી શકે છે. આનાથી હોર્મુઝની સ્થિતિમાં ગૂંચવણની સાથે સાથે ઊર્જાનું મોટું સંકટ સર્જાઈ શકે છે.
નવા હવાઈ હુમલા માટે હુથીઓએ સાઉદીને જવાબદાર ઠેરવ્યા
અહેવાલો અનુસાર, હુથીઓએ જણાવ્યું હતું કે યમનની રાજધાની સનાને નિશાન બનાવીને બે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા અને તેમણે આ માટે સાઉદી અરેબિયાને જવાબદાર ઠેરવ્યું હતું. હુથી-સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા પાંચ અઠવાડિયામાં સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ૯૧ યમની નાગરિકો માર્યા ગયા છે અને ૧૬૮ ઘાયલ થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ૬૦% મહિલાઓ અને બાળકો હતા.
હુથીઓના નિશાન પર સાઉદી એરપોર્ટ્સ
હુથી જૂથે જણાવ્યું છે કે સાઉદી એરપોર્ટ્સ તેમના હુમલાના નિશાન પર છે. જૂથના લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ “દરેકને અમારી ચેતવણીઓને ગંભીરતાથી લેવા” અનુરોધ કર્યો છે.
જાેકે હુથીઓએ એરપોર્ટ પરના હુમલાની સીધી જવાબદારી સ્વીકારી નથી, તેમ છતાં તેમણે મક્કા અને મદીના જેવા પવિત્ર શહેરો સિવાયના સાઉદી અરેબિયાના અન્ય એરપોર્ટ્સ પર નવા હુમલા કરવાની ધમકી આપી છે અને મુસાફરોને ત્યાં મુસાફરી ન કરવાની ચેતવણી આપી છે.
સરીએ ‘ઠ‘ (અગાઉનું ટ્વિટર) પર લખ્યું, “એરપોર્ટ્સ અને હવાઈ ક્ષેત્ર હુમલાના જાેખમ હેઠળ છે અને તે અમારા દળો માટે લશ્કરી કાર્યવાહીનું ક્ષેત્ર બની ગયા છે.”
રિયાધ એરપોર્ટ પર થયેલા તાજેતરના હુમલાની ઈરાક, લેબનોન અને સીરિયા સહિતના આરબ દેશોએ નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને પણ હિંસામાં થયેલા આ વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
વોન ડેર લેયને રવિવારે ‘ઠ‘ પર લખ્યું, “ઈરાનના સમર્થિત જૂથો દ્વારા કરવામાં આવતા હુમલા આ પ્રદેશને હિંસાના ચક્રમાં ધકેલી રહ્યા છે. તેઓ વૈશ્વિક પરિવહન અને ઊર્જા પુરવઠાના મહત્વપૂર્ણ કેન્દ્રોને અસ્થિર કરી રહ્યા છે.”

