૧૮મી બ્રિક્સ સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની દ્વિપક્ષીય બેઠક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી, પરંતુ તેમની કારે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના આગમન પહેલાં જ કાફલાના અન્ય વાહનોની સાથે આ કારને પણ દિલ્હી લાવવામાં આવી હતી.
‘હોંગકી N701′ (Hongqi N701) નામની આ કારને કાળા આવરણથી ઢાંકવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા, જેનાથી લોકોમાં ભારે કુતૂહલ જાગ્યું હતું. વિદેશ પ્રવાસ દરમિયાન સુરક્ષા અને રક્ષણ માટે સરકારી વાહનને ઢાંકીને રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે; તેનાથી બિનજરૂરી ફોટોગ્રાફી કે જાસૂસી ટાળવામાં મદદ મળે છે.
વધુમાં, કારને ઢાંકીને રાખવાથી પરિવહન દરમિયાન તેને ધૂળ, વરસાદ અને સૂર્યપ્રકાશથી બચાવવામાં મદદ મળે છે. સામાન્ય રીતે, નેતાના આગમન પહેલાં જ તેમનું વાહન યજમાન દેશમાં પહોંચી જતું હોય છે.
‘હોંગકી દ્ગ૭૦૧‘ વિશે જાણવા જેવી બાબતો
ચીનના રાષ્ટ્રપતિની લિમોઝિન કોઈ સામાન્ય કાર નથી. તે ‘હોંગકી દ્ગ૭૦૧‘ છે, જેને ખાસ કરીને શી જિનપિંગ માટે ચીનની લક્ઝરી ઓટોમોટિવ બ્રાન્ડ ‘હોંગકી‘ દ્વારા ડિઝાઈન અને તૈયાર કરવામાં આવી છે. આ બ્રાન્ડ હ્લછઉ ગ્રુપની માલિકીની છે અને તેના દ્વારા સંચાલિત છે. ‘હોંગકી‘ નામનો શાબ્દિક અર્થ ‘લાલ ધ્વજ‘ થાય છે.
આ કારની લંબાઈ લગભગ ૫.૫ મીટર છે અને તેનું વજન ૩ થી ૫ મેટ્રિક ટનની વચ્ચે છે. અહેવાલો અનુસાર, તેમાં ૬.૦-લિટરનું ફ૧૨ એન્જિન વપરાયું છે.
ઘણા લોકોએ તેને ‘ચાલતા-ફરતા મજબુત કિલ્લા‘ તરીકે વર્ણવી છે, કારણ કે તે અત્યંત સુરક્ષિત બખ્તરથી સજ્જ છે. તેમાં બુલેટ-પ્રૂફ કાચ અને ખાસ સુરક્ષા ધરાવતા ૨૧-ઇંચના મજબૂત ટાયર છે. આ કાર વિસ્ફોટો તેમજ જૈવિક અને રાસાયણિક હુમલાઓનો સામનો કરવા માટે પણ સક્ષમ હોવાનું મનાય છે; જાેકે, હોંગકી દ્વારા આ બાબતની ક્યારેય સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
કેટલાક અહેવાલોનો દાવો છે કે આ કારમાં એન્ક્રિપ્ટેડ સેટેલાઇટ લિંક પણ છે, જે શી જિનપિંગને બેઇજિંગ અને ચીની નેતૃત્વના અન્ય સભ્યો સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરે છે.
શી જિનપિંગની તમામ વિદેશ યાત્રાઓમાં ‘હોંગકી દ્ગ૭૦૧‘ તેમની સાથે હોય છે.
શી જિનપિંગની ભારત મુલાકાત
શી જિનપિંગ શનિવારે વહેલી સવારે ભારત પહોંચ્યા હતા. તેમણે ૧૮મી બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો અને વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. વિદેશ મંત્રાલય (સ્ઈછ) ના જણાવ્યા અનુસાર, વાતચીત દરમિયાન બંને નેતાઓએ પુનરોચ્ચાર કર્યો હતો કે બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જાેવા જાેઈએ અને મતભેદો વિવાદમાં ન ફેરવવા જાેઈએ. આર્થિક મોરચે, મોદી અને શી એ માળખાગત વેપાર અસંતુલન અને સપ્લાય ચેઇન (પુરવઠા શૃંખલા) સંબંધિત મુદ્દાઓ સહિત એકબીજાની ચિંતાઓનું નિરાકરણ લાવવાની તેમજ બજાર સુધી અર્થપૂર્ણ અને અનુમાનિત પહોંચની સુવિધા પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે તેમના સમગ્ર દ્વિપક્ષીય સંબંધોના રાજકીય પરિપ્રેક્ષ્ય અને બંને પક્ષોના દીર્ઘકાલીન હિતોને ધ્યાનમાં રાખીને સીમા વિવાદના “ન્યાયી, વાજબી અને પરસ્પર સ્વીકાર્ય” ઉકેલ માટેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

