ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI) ની ૫૮મી સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી કાર્યેર્ક્મને સંબોધિત કર્યો હતો. સમગ્ર ICSI બિરાદરીને તેમની શુભેચ્છાઓ પાઠવતા, તેમણે પારદર્શક, નૈતિક અને સમાવેશી કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત કરવા માટે સંસ્થાની લગભગ છ દાયકાની સફરની પ્રશંસા કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા ની ૫૮મી સ્થાપના દિવસની ઉજવણી કાર્યેર્ક્મમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સુશાસન એ “અદ્રશ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર” છે જે રોકાણકારોના વિશ્વાસ અને જાહેર વિશ્વાસને ટકાવી રાખે છે, અને કંપની સેક્રેટરીઓને “શાસનના રક્ષકો” અને ઈન્ડિયા ઈન્ક.ના ટ્રસ્ટ આર્કિટેક્ચરના કેન્દ્ર તરીકે વર્ણવ્યા હતા. — ભારતના ઉપરાષ્ટ્રપતિ ઑક્ટોબર ૪, ૨૦૨૬
નાગરિકોની સંભાળ રાખવા અને જાહેર વિશ્વાસનું રક્ષણ કરવા માટે સુશાસન આવશ્યક છે તેના પર ભાર મૂકતા ઉપપ્રમુખે કહ્યું કે જ્યારે લોકો કર ચૂકવે છે ત્યારે તેઓ જવાબદાર શાસનની અપેક્ષા રાખે છે, જ્યારે રોકાણકારો અપેક્ષા રાખે છે કે કંપનીઓ સુદ્રઢ કોર્પોરેટ ગવર્નન્સ દ્વારા તેમના હિતોનું રક્ષણ કરે. તેમણે નોંધ્યું હતું કે ૈંઝ્રજીૈં પરંપરાગત નિયમનકારી અનુપાલનથી આગળ વધીને સુશાસનને આગળ ધપાવવામાં એક મહત્વપૂર્ણ સંસ્થા બની ગઈ છે.
શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સંસ્થાનું પરિવર્તન વ્યવસાયના વિકાસને પ્રતિબિંબિત કરે છે, જે આજે કોર્પોરેટ પારદર્શિતા, રોકાણકારોના વિશ્વાસ અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું સ્થાન મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, એડવાન્સ્ડ ડેટા એનાલિટિક્સ અને ઝડપથી બદલાતા બિઝનેસ મોડલ્સ દ્વારા આકાર પામેલા યુગમાં, ઉપરાષ્ટ્રપતિએ “શાસનના રક્ષકો” તરીકે કંપની સેક્રેટરીઓને ઈન્ડિયા ઈન્કની કાનૂની, વ્યૂહાત્મક અને નૈતિક પાયાને જાળવી રાખવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે, “ટેકનોલોજી માહિતી જે રીતે જનરેટ થાય છે અને ર્નિણયોને સપોર્ટ કરવામાં આવે છે તે રીતને બદલી શકે છે, પરંતુ અખંડિતતા, જવાબદારી, પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ માનવીય રહે છે.”
ટ્રસ્ટ, પારદર્શિતા અને કોર્પોરેટ ગવર્નન્સને આધુનિક અર્થતંત્રના “અદ્રશ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર” તરીકે વર્ણવતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને કહ્યું કે સતત આર્થિક પ્રગતિ માટે રોકાણકારોનો વિશ્વાસ આવશ્યક છે. તેમણે નોંધ્યું કે કંપની સેક્રેટરીઓ આ આર્કિટેક્ચરના કેન્દ્રમાં છે અને એન્ટરપ્રાઇઝિસ, સ્ટાર્ટ-અપ્સ, ફેમિલી બિઝનેસ અને લિસ્ટેડ કંપનીઓને જવાબદારીપૂર્વક વિકસાવવા માટે સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેટલી જ મજબૂત સંસ્થાઓ અને સુદ્રઢ શાસન મહત્વપૂર્ણ રહેશે. તેમણે વિકસિત ભારત જ્ર૨૦૪૭ તરફની ભારતની સફરમાં ૈંઝ્રછૈં, ૈંઝ્રસ્છૈં અને ૈંઝ્રજીૈં ની પૂરક ભૂમિકાને રેખાંકિત કરી હતી, અને આ વ્યવસાયિક સંસ્થાઓને મજબૂત કોર્પોરેટ અને આર્થિક ઇકોસિસ્ટમના મુખ્ય સ્તંભો તરીકે વર્ણવી હતી.
યુવાનોને આ વ્યવસાયમાં પ્રવેશવા માટે વધુ તકો પૂરી પાડવા માટે આહવાન કરતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણને ૈંઝ્રજીૈં ના ફી-માફી પહેલની પ્રશંસા કરી હતી અને સતત વિદ્યાર્થી આઉટરીચનો આગ્રહ રાખ્યો હતો. તેમણે સ્જીસ્ઈ કમ્પ્લાયન્સ કેલેન્ડર ૨૦૨૭ લોન્ચ કર્યું હતું અને ૈંઝ્રજીૈં સ્જીસ્ઈ શ્ સ્ટાર્ટ-અપ કેટાલિસ્ટ સહિત સ્જીસ્ઈ અને સ્ટાર્ટ-અપ્સ માટે ૈંઝ્રજીૈં ની પહેલોની પ્રશંસા કરી હતી. તેમણે શહીદ કી બેટી પહેલ હેઠળ નેશનલ ડિફેન્સ ફંડ અને સંરક્ષણ મંત્રાલયના આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ફંડમાં ૈંઝ્રજીૈં ના યોગદાનની પણ પ્રશંસા કરી હતી, અને કહ્યું હતું કે, “જ્યારે દાનત સારી હોય છે, ત્યારે બધું જ સારું થશે.”
સમાપન કરતા, ઉપરાષ્ટ્રપતિ ૈંઝ્રજીૈં ને આ વ્યવસાયમાં મૂકવામાં આવેલા વિશ્વાસને જાળવી રાખવા અને મજબૂત, આર્ત્મનિભર અને વિકસિત ભારત જ્ર૨૦૪૭ ના નિર્માણમાં યોગદાન આપવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આકાંક્ષા રાખવી જાેઈએ, અન્ય લોકો પર શરતો લાદવા માટે નહીં, પરંતુ “જેથી કોઈ પણ આપણી પર અવાંછિત શરતો લાદી ન શકે.” તેમણે “સત્યં વદ, ધર્મં ચર” ની કાલાતીત ભાવનાનું પણ આહવાન કર્યું હતું અને ૈંઝ્રજીૈં બિરાદરીને તેના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી.

