‘આર્ત્મનિભર ભારત‘ પહેલ હેઠળ દેશ તેના સશસ્ત્ર દળોનું આધુનિકીકરણ કરી રહ્યો છે ત્યારે, ભારતીય નૌકાદળ ‘ૈંદ્ગજી મંગરોળ‘ ને સેવામાં સામેલ કરશે. આ જહાજ ‘એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ‘ શ્રેણીનું છે.
આ સમારોહ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વાઇસ એડમિરલ સંજય વત્સાયનની ઉપસ્થિતિમાં યોજાશે. આ પ્રસંગે નૌકાદળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંરક્ષણ મંત્રાલયના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.
કેરળના કોચીન શિપયાર્ડ લિમિટેડ (ઝ્રજીન્) દ્વારા નિર્મિત, ૈંદ્ગજી મંગરોળનું નામ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા દરિયાકાંઠાના શહેર ‘મંગરોળ‘ પરથી રાખવામાં આવ્યું છે. તે માઇનસ્વીપર ‘ૈંદ્ગજી મંગરોળ (સ્૮૫)‘ ની વિરાસતને આગળ વધારશે, જેણે ૨૦૦૪ સુધી નૌકાદળની સેવા કરી હતી.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જહાજનું આ નામકરણ નૌકાદળની તેના ભૂતકાળના યુદ્ધ જહાજાેની વિરાસત જાળવી રાખવાની પરંપરાને આગળ વધારે છે.”
૮૦% સ્વદેશી સામગ્રી
ૈંદ્ગજી મંગરોળમાં ૮૦ ટકાથી વધુ સામગ્રી સ્વદેશી રીતે બનાવવામાં આવી છે. આ બાબત યુદ્ધ જહાજાેના નિર્માણમાં ભારતની વધતી જતી ક્ષમતાઓને ઉજાગર કરે છે અને દેશમાં સંરક્ષણ ક્ષેત્રે જહાજ નિર્માણને ‘આર્ત્મનિભર‘ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ૈંદ્ગજી મંગરોળમાં તમામ જરૂરી આધુનિક શસ્ત્રો અને સેન્સર્સ ઉપલબ્ધ છે, જેમાં ‘અભય‘ હલ-માઉન્ટેડ સોનાર (છહ્વરટ્ઠઅ ૐેઙ્મઙ્મ-સ્ર્ેહંીઙ્ઘ ર્જીહટ્ઠિ), હળવા વજનના ટોર્પિડો, સ્વદેશી એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર અને ‘મારીચ‘ એડવાન્સ્ડ ટોર્પિડો ડેકોય સિસ્ટમ (સ્ટ્ઠટ્ઠિીીષ્ઠર છઙ્ઘદૃટ્ઠહષ્ઠીઙ્ઘ ્ર્િॅીર્ઙ્ઘ ડ્ઢીર્ષ્ઠઅ જીઅજંીદ્બ) નો સમાવેશ થાય છે. આનાથી ભારતીય નૌકાદળને છીછરા પાણીમાં (જરટ્ઠઙ્મર્ઙ્મુ ુટ્ઠંીજિ) પાણીની અંદરના જાેખમોનો સામનો કરવામાં મદદ મળશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, “વોટરજેટ પ્રોપલ્શન સાથેના ત્રણ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત આ જહાજ છીછરા પાણીમાં કામગીરી માટે ઉત્તમ દાવપેચ ક્ષમતા (દ્બટ્ઠર્હીેદૃટ્ઠિહ્વૈઙ્મૈંઅ) પ્રદાન કરે છે. તે પાણીની અંદર દેખરેખ રાખવા, ઓછી તીવ્રતાવાળી દરિયાઈ કામગીરી અને દરિયાઈ સુરંગ (માઇન) સંબંધિત કામગીરી કરવા માટે પણ સક્ષમ છે.”
બંદરો અને હાર્બરની સુરક્ષા કરવાની ક્ષમતામાં વધારો
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૈંદ્ગજી મંગરોળના સમાવેશથી ભારતીય નૌકાદળને બંદરો, હાર્બર અને દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા કરવાની ક્ષમતા વધારવામાં મદદ મળશે, સાથે જ તે નૌકાદળના કાફલાની વ્યાપક કામગીરીમાં પણ સહાયક બનશે. મોટા જહાજાેને ચલાવવામાં મુશ્કેલી પડતી હોય તેવા વિસ્તારોમાં, ૈંદ્ગજી માંગરોલ નૌકાદળની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મદદ કરશે.
વધુમાં, તે સબમરીન જાેખમોને શોધવા અને તેનો સામનો કરવા માટે દરિયાઈ પેટ્રોલ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને અન્ય યુદ્ધ જહાજાે સાથે પણ કામ કરી શકે છે.
“વિકસતા દરિયાઈ સુરક્ષા વાતાવરણમાં પાણીની અંદર વધતા જાેખમો વચ્ચે, માંગરોલનું કમિશનિંગ ભારતીય નૌકાદળની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, ખાસ કરીને દરિયાકાંઠાના પાણીમાં,” મંત્રાલયે જણાવ્યું હતું.
“જહાજનું ઇન્ડક્શન ભારતની વધતી જતી સ્વદેશી જહાજ નિર્માણ ક્ષમતાઓને પણ પ્રતિબિંબિત કરે છે અને નૌકાદળની ઓપરેશનલ તૈયારી અને આર્ત્મનિભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે,” તે ઉમેર્યું.

