મેઘાલયમાં ધારાસભ્યો અને ભાજપના નેતૃત્વ વચ્ચે મહિનાઓ સુધી ચાલેલી ચર્ચાઓ બાદ, બુધવારે નવી દિલ્હીમાં યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના આઠ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)માં જાેડાયા હતા, જે રાજ્યના રાજકીય સમીકરણોમાં એક મોટો ફેરફાર સૂચવે છે.
આ આઠ ધારાસભ્યોમાં લાખમેન રિમબુઈ (અમલારેમ), ભૂતપૂર્વ મંત્રી ર્કિમન શિલા (ખ્લીહરિયાત), ઓલાન સિંહ સુઈન (માવસીનરામ), મેથ્યુ બિયોન્ડસ્ટાર કુર્બાહ (માવફલાંગ), મેયરલબોર્ન સિયેમ (નોંગપોહ), પિયુસ મારવેઈન (રાનિકોર), સિનશાર થાબાહ (સોહિયોંગ) અને બાલાજીદ સિનરેમ (શેલ્લા)નો સમાવેશ થાય છે.
પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ ધારાસભ્યો ભાજપમાં જાેડાયા હતા અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તથા વરિષ્ઠ નેતા સંબિત પાત્રાએ નવી દિલ્હીમાં આ ઘટનાક્રમ અંગે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.
આ ઘટનાક્રમ ધારાસભ્યોના ભવિષ્ય અને મેઘાલયને લગતા વિવિધ મુદ્દાઓ પર અઠવાડિયાઓ સુધી ચાલેલી રાજકીય અટકળો અને સતત વાટાઘાટો બાદ સામે આવ્યો છે.
આ આઠ ધારાસભ્યોના જાેડાણથી રાજ્યના રાજકીય સમીકરણો બદલાઈ જશે અને સત્તાધારી ગઠબંધન તેમજ ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પર તેની વ્યાપક અસરો પડી શકે છે.
ભૂતપૂર્વ ધારાસભ્ય અને UDP નેતા ડૉ. જેમિનો માવથોહ ૧૨ સપ્ટેમ્બરે ભાજપમાં જાેડાયા હતા.
આ ૧૦ ધારાસભ્યો સાથે, ભાજપ મેઘાલય વિધાનસભામાં દ્ગઁઁ પછી બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ બની જશે. ધારાસભ્યોએ ભાજપના નેતૃત્વ સમક્ષ કેટલીક ચોક્કસ માંગણીઓ મૂકી હતી:
જેમાં ખાસી ભાષાનો બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવેશ કરવો, કાયદેસર રીતે કોલસાના ખનનને ફરી શરૂ કરવું અને સ્ઇજીજીછમાં સુધારા માટે મંજૂરી મેળવવાનો સમાવેશ થાય છે.

