પંજાબમાં આમ આદમી પાર્ટી ના બે ધારાસભ્યો, હરમીત સિંહ પઠાણ માજરા અને ચેતન સિંહ જાેરામાજરાએ પક્ષની પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
પટિયાલા જિલ્લાના સનૌર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હરમીત સિંહ પઠાણ માજરાએ છછઁના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે અને જણાવ્યું છે કે, તે તાત્કાલિક અસરથી અમલી બનશે.
તેમના રાજીનામા પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે તેઓ તાત્કાલિક અસરથી પક્ષની પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે.
સમાનાના ધારાસભ્ય અને પંજાબના ભૂતપૂર્વ મંત્રી ચેતન સિંહ જાેરામાજરાએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પક્ષની પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
વિધાનસભા ચૂંટણી પહેલાં આ રાજીનામા પંજાબમાં આમ આદમી પાર્ટી (છછઁ) માટે એક મોટો ઝટકો છે.

