કેનેડાએ ૨૦૨૬ના પહેલા ૬ મહિનામાં છેલ્લા ૬ વર્ષ નો રેકોર્ડ તોડતા ૩૨૨૩ ભારતીયોને ડિપોર્ટ કર્યા છે, અને બીજા ભારતીયો ને કડક ઇમિગ્રેશન નીતિને કારણે ડિપોર્ટનો સામનો કરવો પડી શકે છે.
કેનેડા બોર્ડર સર્વિસીઝ એજન્સી (CBSA)ના ડેટા મુજબ ૨૦૨૫ના આખા વર્ષમાં ડિપોર્ટ કરાયેલા ૩,૭૭૯ ભારતીયોના ૮૮ ટકાએ પહોંચી ચૂકી હતી .
૨૦૨૬ના પહેલા છ મહિનામાં કેનેડામાંથી દૂર કરવામાં આવેલા લોકોમાં ભારતીયો સૌથી મોટી રાષ્ટ્રીયતા તરીકે ઉભરી આવ્યા હતા અને ૧,૫૭૩ ડિપોર્ટ સાથે મેક્સિકનોને પાછળ છોડી દીધા હતા. છેલ્લા પાંચ વર્ષમાં કેનેડામાંથી મેક્સિકોના લોકોને સૌથી વધુ ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
CBSAના જણાવેલ આંકડા અનુસાર ,૨૦૨૧ માં ૬૦૩, ૨૦૨૨માં ૭૮૬, ૨૦૨૩માં ૧૧૩૨ અને ૨૦૨૪માં ૨૦૦૪ ભારતીયોને કેનેડામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. CBSA ડિપોર્ટના કારણોનો અલગ ડેટાબેઝ રાખે છે પરંતુ તેમાં દેશવાર વિગતો નથી.
CBSA દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં થયેલા સરેરાશ ડિપોર્ટેશનમાં મેક્સિકો ટોચ પર આવે છે અને ભારતીયો બીજા નંબરે આવે છે. ડિપોર્ટેશન આદેશ કોઇ વ્યક્તિને ચોક્કસ સમયગાળા માટે કેનેડામાં એકથી પાંચ વર્ષ વચ્ચે પરત ફરવા પર પ્રતિબંધ મૂકે છે. ભારતીય નાગરિકોને ઇમિગ્રેશન નિયમોનું પાલન ન કરવા, વિઝા ઓવરસ્ટે અને વિઝા છેતરપિંડીના કારણે કેનેડા પોતાની ઇમિગ્રેશન વ્યવસ્થાને વધુ કડક બનાવી રહ્યું અને દર વર્ષે દેશનિકાલ કરે છે.

