છ વર્ષના અંતરાલ પછી શનિવારે હિમાચલ પ્રદેશમાં શિપકી લા, ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ અને સિક્કિમમાં નાથુ લા માર્ગો દ્વારા ભારત અને ચીન વચ્ચે સરહદ પાર વેપાર ફરી શરૂ થયો.
કોવિડ-૧૯ રોગચાળા અને ત્યારબાદ ભારત-ચીન સરહદી સંબંધોમાં તણાવને કારણે ૨૦૨૦ થી વેપાર સ્થગિત રહ્યો હતો.
સિક્કિમમાં પુન:ઉદઘાટન સમારોહ
સિક્કિમમાં, બંને દેશોની ભાગીદારી સાથે નાથુલા ખાતે પુન:ઉદઘાટન સમારોહ યોજાયો હતો. સિક્કિમના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના સચિવ કર્મા ડી યુત્સોએ જણાવ્યું હતું કે હાલના દ્વિપક્ષીય વેપાર પ્રોટોકોલ હેઠળ સોમવારથી ગુરુવાર સુધી મોસમી વેપાર હાથ ધરવામાં આવશે.
“આ વર્ષે ૩૮ નોંધાયેલા વેપારીઓને વેપાર પાસ જારી કરવામાં આવ્યા છે. હસ્તકલા, હાથવણાટ ઉત્પાદનો, પરંપરાગત ધાર્મિક વસ્તુઓ, તૈયાર વસ્ત્રો અને અન્ય માન્ય માલ સહિત લગભગ ૩૬ સૂચિત વસ્તુઓનો વેપાર આ માર્ગ દ્વારા કરવામાં આવશે,” યુત્સોએ જણાવ્યું હતું.
શિપકી લા દ્વારા સરહદ પાર વેપાર ફરી શરૂ થયો
હિમાચલ પ્રદેશમાં, શિપકી લા દ્વારા સરહદ પાર વેપાર ફરી શરૂ થયો, જેને તિબેટ સાથે ભારતને જાેડતા પ્રાચીન રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના મહેસૂલ અને બાગાયતી મંત્રી જગત સિંહ નેગીએ શનિવારે તિબેટના શિપકી ગામ તરફ ૧૬ વેપારીઓ અને તેમના ઘોડાઓને લીલી ઝંડી આપી હતી.
ધારચુલાના એસડીએમ આશિષ જાેશીએ જણાવ્યું હતું કે
ઉત્તરાખંડમાં, ૨૦ ભારતીય વેપારીઓના એક જૂથે, ચાર મદદગારો સાથે, શનિવારે લિપુલેખ પાસ દ્વારા ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. “પહેલી ટુકડી કોઈપણ વેપાર માલ લીધા વિના પ્રવાસ કર્યો છે. આ મુલાકાતનો હેતુ તિબેટમાં ઉપલબ્ધ સુવિધાઓનું મૂલ્યાંકન કરવાનો અને વર્તમાન સીઝન દરમિયાન સરહદી વેપારને સરળ બનાવવા માટે વ્યવસાયિક તકોનું અન્વેષણ કરવાનો છે,” ધારચુલાના એસડીએમ આશિષ જાેશીએ જણાવ્યું હતું કે, ચીની અધિકારીઓએ ફક્ત તે ભારતીય વેપારીઓને પ્રવેશની મંજૂરી આપી છે જેમણે ૨૦૧૯ માં સરહદી વેપાર બંધ થાય તે પહેલાં તિબેટમાં વેચાયેલ માલ છોડી દીધો હતો.
તેમણે કહ્યું કે વેપારીઓ તિબેટના ટાકલકોટમાં પુલાન બજારમાં તેમના ગોડાઉનની મુલાકાત લેશે, જ્યાં ૨૦૧૯ થી તેમનો માલ સંગ્રહિત છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદી વેપાર મોસમ આ વર્ષે ઓક્ટોબરના અંત સુધી ચાલુ રહેશે. જાેકે, જાે ભારત અને ચીન બંને પક્ષો આ દરખાસ્ત સાથે સંમત થાય તો તેને નવેમ્બર સુધી લંબાવી શકાય છે. આ શરૂઆતની મુલાકાત દેશના સૌથી જૂના પરંપરાગત હિમાલયી વેપાર માર્ગોમાંથી એક દ્વારા સરહદ પાર વેપાર પ્રવૃત્તિઓ ધીમે ધીમે ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો કરે તેવી અપેક્ષા છે.

