National

મણિપુરમાં ફરીવાર શાંતિ નો માહોલ??

“પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ” ને કારણે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ૨૦ ઓગસ્ટથી ૩ દિવસ માટે બંધ રહેશે: મણિપુર સરકાર

મણિપુર સરકારે જાહેરાત કરી હતી કે, રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ૨૦ ઓગસ્ટથી ત્રણ દિવસ માટે બંધ રહેશે, કારણ કે “કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે”.

રાજ્યમાં વસ્તી ગણતરી હાથ ધરાય તે પહેલાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર અપડેટ કરવા માટે દબાણ કરવા માટે કેમ્પેઈન ફોર જસ્ટ એન્ડ ફેર ડિલિમિટેશન દ્વારા બોલાવવામાં આવેલી ૪૮ કલાકની સામાન્ય હડતાળના બીજા દિવસે પ્રદર્શનકારીઓએ રાજકારણીઓના પુતળા દહન કર્યા અને મણિપુરના ખીણ જિલ્લાઓના વિવિધ ભાગોમાં રેલીઓ કાઢી.

ત્નહ્લડ્ઢ એ ગુરુવારથી તેના ચાલી રહેલા આંદોલનના ભાગ રૂપે તમામ સરકારી કચેરીઓનો બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી છે..

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મણિપુરના રાજ્યપાલ ૨૦ ઓગસ્ટથી ૨૨ ઓગસ્ટ સુધી માધ્યમિક શિક્ષણ બોર્ડ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પરિષદ, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા અન્યથા સંલગ્ન તમામ શાળાઓ; કોલેજાે અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેમાં યુનિવર્સિટીઓ શામેલ છે; સરકારી, સહાયિત અથવા બિન-સહાયિત ક્ષેત્રો હેઠળ આવે છે, બંધની જાહેરાત કરે છે..

ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુરાઈ લામલોંગ ખાતે, બંધ સમર્થકોએ બુધવારે મુખ્યમંત્રી વાય ખેમચંદ સિંહ અને ગૃહમંત્રી ગોવિંદદાસ કોન્થુજમના પુતળાનું દહન કર્યું. તેમણે માંગ કરી હતી કે આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ (ૈંડ્ઢઁજ) તેમના વતન પાછા ન ફરે ત્યાં સુધી વસ્તી ગણતરી હાથ ધરવામાં ન આવે.

ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સિંગજામેઈ ખાતે ડઝનબંધ પ્રદર્શનકારીઓએ રેલી પણ કાઢી હતી અને તેમની માંગણીઓ માટે દબાણ કરવા માટે લગભગ ૨ કિમી સુધી કૂચ કરી હતી.

ઇમ્ફાલ પશ્ચિમમાં અનેક સ્થળોએ રસ્તા રોકો ચાલુ રહ્યો, ઇમ્ફાલ પૂર્વ, બિષ્ણુપુર અને થૌબલ જિલ્લામાં બંધ સમર્થકોએ ખાનગી વાહનો તેમજ સુરક્ષા દળોને આગળ વધતા અટકાવ્યા અને તેમને પાછા ફરવાનું કહ્યું.

અધિકારીઓએ જણાવ્યું કે, થૌબલ જિલ્લામાં સુપરવાઇઝર, ગણતરીકારો અને ફિલ્ડ ટ્રેનર્સ માટેનો વસ્તી ગણતરી તાલીમ કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.