National

યુપી અને ઉત્તરાખંડમાં ૧૧ બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી ૧૬ ઓક્ટોબરે યોજાશે

હરદીપસિંઘ પુરી અને રામ ગોપાલ યાદવની બેઠકોનો પણ સમાવેશ થાય છે

કેન્દ્રીય ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની રાજ્યસભાની ૧૧ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓ તેમજ પશ્ચિમ બંગાળની એક બેઠક માટે પેટાચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. પંચના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશની ૧૦ અને ઉત્તરાખંડની એક રાજ્યસભા બેઠક પર હાલમાં બિરાજમાન સભ્યોનો કાર્યકાળ નવેમ્બર ૨૦૨૬માં પૂર્ણ થવાનો છે.

જાહેરનામું બહાર પાડવાની તારીખ: ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ (મંગળવાર)
નામાંકન ભરવાની છેલ્લી તારીખ: ૬ ઓક્ટોબર, ૨૦૨૬ (મંગળવાર)
નામાંકન પત્રોની ચકાસણી: ૭ ઓક્ટોબર, ૨૦૨૬ (બુધવાર)
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: ૯ ઓક્ટોબર, ૨૦૨૬ (શુક્રવાર)
મતદાનની તારીખ: ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ (શુક્રવાર) સવારે ૯:૦૦ થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી
મતગણતરી: ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬, સાંજે ૫:૦૦ વાગ્યાથી
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ: ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ (સોમવાર)
યુપી અને ઉત્તરાખંડમાંથી ૧૧ સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે
ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના ૧૦ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ ૨૫ નવેમ્બરે પૂર્ણ થવાનો છે. તેમાંથી આઠ બેઠકો હાલમાં ભાજપ (મ્ત્નઁ) પાસે છે, જ્યારે સમાજવાદી પાર્ટી (જીઁ) અને બહુજન સમાજ પાર્ટી (મ્જીઁ) પાસે એક-એક બેઠક છે. આ વર્ષે નવેમ્બરમાં ઉત્તર પ્રદેશના દસ રાજ્યસભા સભ્યો નિવૃત્ત થવાના છે: ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના દિનેશ શર્મા, હરદીપ સિંહ પુરી, અરુણ સિંહ, બનવારી લાલ વર્મા, બ્રિજ લાલ, નીરજ શેખર, સીમા દ્વિવેદી અને ગીતા શાક્ય, તેમજ સમાજવાદી પાર્ટી (જીઁ)ના રામ ગોપાલ યાદવ અને બહુજન સમાજ પાર્ટી (મ્જીઁ)ના રામજી ગૌતમ. દરમિયાન, ઉત્તરાખંડમાંથી ભાજપના નરેશ બંસલ પણ આ વર્ષે નવેમ્બરમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થવાના છે. દિનેશ શર્મા (ભાજપ)

હરદીપ સિંહ પુરી (ભાજપ)
અરુણ સિંહ (ભાજપ)
બનવારી લાલ વર્મા (ભાજપ)
બ્રિજ લાલ (ભાજપ)
નીરજ શેખર (ભાજપ)
સીમા દ્વિવેદી (ભાજપ)
ગીતા શાક્ય (ભાજપ)
રામ ગોપાલ યાદવ (સપા)
રામજી ગૌતમ (બસપા)
ઉત્તરાખંડ
નરેશ બંસલ (ભાજપ)

પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની એક બેઠક માટે પેટાચૂંટણી

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની ૧૧ બેઠકોની સાથે પશ્ચિમ બંગાળની રાજ્યસભાની એક બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાશે. ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ રુકમિણી મલિક ઉર્ફે કોયલ મલિકના રાજીનામા બાદ પશ્ચિમ બંગાળની આ બેઠક ખાલી પડી હતી. તેમનો કાર્યકાળ મૂળભૂત રીતે ૨ એપ્રિલ, ૨૦૩૨ સુધી ચાલવાનો હતો.

અભિનેત્રીમાંથી સાંસદ બનેલા કોયલ મલિક જુલાઈ ૨૦૨૬માં રાજીનામું આપનારા ચોથા રાજ્યસભા સાંસદ હતા. અગાઉ, ત્રણ સાંસદો – સુખેન્દુ શેખર રાય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બરાઈક – પણ ઉપલા ગૃહમાંથી રાજીનામું આપી ચૂક્યા હતા. બાદમાં આ ત્રણેય ભાજપમાં જાેડાયા અને પુન:ચૂંટાઈ આવ્યા.

અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ૨૦૨૬ની પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ટીએમસી (્સ્ઝ્ર) ની હાર બાદ પક્ષમાં ભારે બળવો જાેવા મળ્યો હતો. આ બળવાની શરૂઆત વિધાનસભામાં થઈ હતી, જ્યારે રિતાબ્રતા બેનર્જી ૫૭ ધારાસભ્યોના સમર્થન સાથે વિરોધ પક્ષના નેતા (ન્ર્ઁ) બન્યા હતા. ટૂંક સમયમાં જ આ બળવો સંસદના બંને ગૃહો સુધી ફેલાઈ ગયો અને અનેક નેતાઓએ ટીએમસી છોડીને ભાજપની આગેવાની હેઠળના એનડીએ (દ્ગડ્ઢછ) ને સમર્થન જાહેર કર્યું.

કોની જીતની શક્યતા છે?
ઉત્તર પ્રદેશ વિધાનસભાની વર્તમાન સંખ્યાબળના આધારે, આગામી રાજ્યસભા ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ૮ બેઠકો જીતશે તે નિશ્ચિત છે, જ્યારે સમાજવાદી પાર્ટી (સપા) ૨ બેઠકો મેળવે તેવી શક્યતા છે. વિધાનસભામાં બસપા (મ્જીઁ) નો કોઈ સભ્ય નથી અને તે પોતાની એકમાત્ર બેઠક ગુમાવશે. ૧૯૮૯ પછી આ પ્રથમ વખત છે જ્યારે બસપાનું સંસદના બંને ગૃહો અને ઉત્તર પ્રદેશ રાજ્ય વિધાનસભાના બંને ગૃહો સહિત ચારેય ધારાસભા ગૃહોમાં કોઈ પ્રતિનિધિત્વ રહેશે નહીં. રાજ્ય વિધાનસભામાં પક્ષની મજબૂત બહુમતીને કારણે ઉત્તરાખંડમાં પોતાની બેઠક જાળવી રાખવા માટે ભાજપ મજબૂત સ્થિતિમાં છે. તેવી જ રીતે, રાજ્ય વિધાનસભામાં પોતાની તાકાતને લીધે પક્ષ પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની બેઠક જીતવાની સ્થિતિમાં છે.