National

મહારાજા હરિ સિંહ, શેખ અબ્દુલ્લા હોલિડે રો પર J&K વિધાનસભામાં હંગામો

જમ્મુ-કાશ્મીરના છેલ્લા શાસક મહારાજા હરિસિંહની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજાના એક દિવસ પહેલા, વિધાનસભામાં મહારાજા અને જમ્મુ-કાશ્મીરના પ્રથમ ચૂંટાયેલા નેતા શેખ મોહમ્મદ અબ્દુલ્લાની જન્મજયંતિની ઉજવણીના મુદ્દે ભાજપ અને સત્તાધારી નેશનલ કોન્ફરન્સ ના સભ્યો વચ્ચે ઉગ્ર ઘર્ષણ જાેવા મળ્યું હતું.

વર્ષ ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ, કેન્દ્ર સરકારે શેખ અબ્દુલ્લાની જન્મજયંતિની જાહેર રજા રદ કરી હતી અને જમ્મુ-કાશ્મીરમાં મહારાજા હરિસિંહની જન્મજયંતિને જાહેર રજા તરીકે જાહેર કરી હતી.

ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ, દ્ગઝ્રના ધારાસભ્ય અબ્દુલ માજિદ લાર્મીએ આ મુદ્દો ઉઠાવ્યો અને માંગ કરી કે જાે શેખ અબ્દુલ્લાની જન્મજયંતિની રજા પુન:સ્થાપિત કરવામાં ન આવે તો મહારાજા હરિસિંહની જન્મજયંતિની રજા પણ પાછી ખેંચી લેવી જાેઈએ.

આ માંગને કારણે વિધાનસભામાં હોબાળો મચી ગયો; ભાજપના સભ્યોએ મહારાજા હરિસિંહના સમર્થનમાં “મહારાજા અમર રહો”ના નારા લગાવ્યા અને દ્ગઝ્ર પર તેમના વારસાનું અપમાન કરવાનો આરોપ મૂક્યો.

જવાબમાં દ્ગઝ્રના ધારાસભ્યોએ શેખ અબ્દુલ્લાના સમર્થનમાં “શેર-એ-કાશ્મીર ઝિંદાબાદ”ના નારા લગાવ્યા. તેમણે શેખ અબ્દુલ્લાને લોકશાહીના પ્રતીક તરીકે વર્ણવ્યા, જેમણે સરમુખત્યારશાહી શાસન સામે લડત આપી હતી અને જનતા માટે રાજકીય તથા લોકશાહી અધિકારો મેળવ્યા હતા.

ઁડ્ઢઁના સભ્યો પણ આમાં જાેડાયા અને ભૂતપૂર્વ રાજ્યમાં ‘શહીદ દિવસ‘ તરીકે મનાવવામાં આવતી ૧૩ જુલાઈની જાહેર રજા પુન:સ્થાપિત કરવાની માંગ કરી.

૫ ડિસેમ્બરે આવતી શેખ અબ્દુલ્લાની જન્મજયંતિની રજા રદ કરવા ઉપરાંત, કેન્દ્ર સરકારે ૧૩ જુલાઈના ‘શહીદ દિવસ‘ની જાહેર રજા પણ બંધ કરી દીધી હતી. હવે જમ્મુ-કાશ્મીરમાં ૨૩ સપ્ટેમ્બર (મહારાજા હરિસિંહની જન્મજયંતિ) જાહેર રજા તરીકે મનાવવામાં આવે છે.

આ હોબાળા વચ્ચે સ્પીકર અબ્દુલ રહીમ રાથરે બંને પક્ષોને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા. સ્પીકરે કહ્યું કે જાહેર રજાઓ જાહેર કરવાની કે રદ કરવાની સત્તા તેમના અધિકારક્ષેત્રમાં આવતી નથી.

પરંપરાગત રીતે, જમ્મુ-કાશ્મીરમાં ૧૩ જુલાઈ જાહેર રજા તરીકે મનાવવામાં આવતી હતી. બ્રિટિશ શાસન હેઠળ ડોગરા રાજશાહી સામે ૧૯૩૧માં થયેલા બળવા દરમિયાન માર્યા ગયેલા ૨૨ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘શહીદ સ્મારક‘ (શહીદ કબ્રસ્તાન) ખાતે સત્તાવાર કાર્યક્રમો યોજવામાં આવતા હતા.

જાેકે, ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ અને ભૂતપૂર્વ રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન થયા પછી, ૧૩ જુલાઈને જાહેર રજાઓની યાદીમાંથી દૂર કરવામાં આવી હતી. સત્તાવાર સ્મૃતિ સમારોહ અને પોલીસ દ્વારા અપાતી ઔપચારિક શ્રદ્ધાંજલિ પણ બંધ કરી દેવામાં આવી હતી.

૧૯૩૧ની હત્યાઓ અને ત્યારબાદ ફેલાયેલી અશાંતિને પગલે કાશ્મીરમાં મુસ્લિમ સમુદાયની ફરિયાદોની તપાસ કરવા માટે બે અલગ-અલગ પંચોની નિમણૂક કરવામાં આવી હતી, જેના પરિણામે અંતે મર્યાદિત રાજકીય સુધારાઓ અમલમાં આવ્યા.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની પ્રથમ ચૂંટણીઓ ૧૯૩૪માં યોજાઈ હતી, જેણે આ પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કરી હતી; જાેકે, મહત્વપૂર્ણ બાબતો પર મહારાજા પાસે વ્યાપક સત્તાઓ યથાવત રહી હતી.