National

મેઘાલય વિધાનસભાએ યુરેનિયમ ખાણકામ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો

મુખ્યમંત્રીએ કહ્યું કે મેઘાલયમાં જમીન એક વિશિષ્ટ બંધારણીય અને પરંપરાગત માળખા દ્વારા સંચાલિત થાય

મેઘાલય વિધાનસભાએ બુધવારે યુરેનિયમ ખાણકામ અને રાજ્યમાં કોઈપણ પ્રક્રિયા સુવિધા સ્થાપવાનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો. મુખ્યમંત્રી કોનરાડ સંગમા દ્વારા રજૂ કરાયેલા આ ઠરાવ પર વિપક્ષે સરકારને ટેકો આપ્યો.

મુખ્યમંત્રીએ કહ્યું કે મેઘાલયમાં જમીન એક વિશિષ્ટ બંધારણીય અને પરંપરાગત માળખા દ્વારા સંચાલિત છે, જેમાં સમુદાય, કુળ અને વ્યક્તિગત માલિકી બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ સુરક્ષિત છે.

તેમણે કહ્યું કે ડોમિયાસિયત, વાહકિન અને નોંગસ્ટોઈન સહિતના વિસ્તારોમાં થાપણો ઓળખવામાં આવી છે. જાે કે, આરોગ્ય, પર્યાવરણીય નુકસાન અને વિસ્થાપન સંબંધિત ચિંતાઓને લઈને સ્થાનિક સમુદાયો, પરંપરાગત સંસ્થાઓ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજ જૂથો તરફથી પ્રસ્તાવિત ખાણકામ પ્રવૃત્તિઓનો સતત વિરોધ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ વિધાનસભાને એમ પણ કહ્યું કે આ ઠરાવનો હેતુ યુરેનિયમ નિષ્કર્ષણ અને પ્રક્રિયા સામે મેઘાલયના વિરોધને ઔપચારિક રીતે રેકોર્ડ કરવાનો હતો. તેમણે કહ્યું કે, સરકાર ગૃહના ર્નિણયને કેન્દ્રને જાણ કરશે.

આ ઠરાવ મેઘાલયમાં યુરેનિયમ ખાણકામ સામે દાયકાઓ જૂના જાહેર આંદોલનને કાયદાકીય સમર્થન આપે છે અને યુરેનિયમ સંબંધિત પ્રવૃત્તિઓને લગતા કોઈપણ ભવિષ્યના પ્રસ્તાવ પર રાજ્યની સ્થિતિ સ્પષ્ટ કરે છે.

શરૂઆતના અગ્રણી અવાજાેમાંના એક હોપિંગસ્ટોન લિંગડોહ હતા, જેમણે યુરેનિયમ ખાણકામ સામે લોકોને એકત્ર કરવામાં મદદ કરી હતી. આ ચળવળનો પર્યાય બની ગયેલી બીજી વ્યક્તિ ડોમિયાસિયતની સ્પેલીટી લિંગડોહ લેંગ્રીન હતી. તેમણે યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ તરફથી તેમની જમીન માટે મોટી ઓફરનો ઇનકાર કર્યો હોવાના અહેવાલ છે, જે પ્રતિકારનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું છે.

યુરેનિયમ ખાણકામ સામે મેઘાલયના વિરોધના મૂળ ૧૯૮૦ ના દાયકામાં પાછા જાય છે, જ્યારે અણુ ખનિજાે શોધ અને સંશોધન નિયામક એ તે સમયના પશ્ચિમ ખાસી હિલ્સના યુરેનિયમ સમૃદ્ધ વિસ્તારોમાં, ખાસ કરીને ડોમિયાસિયત અને કાયલેંગ-પાયન્ડેંગસોહિઓંગ-માવથાબાહ પ્રદેશની આસપાસ, શોધખોળ શરૂ કરી હતી.

ડોમિયાસિયત થાપણને ભારતના મહત્વપૂર્ણ યુરેનિયમ થાપણોમાંનું એક માનવામાં આવે છે.