National

પાકિસ્તાનથી ડ્રોન દ્વારા નીચે પાડવામાં આવેલાં હથિયારો અને નશીલા પદાર્થો મામલે જમ્મુ-કાશ્મીરના અરનિયામાં બે વ્યક્તિઓની ધરપકડ

એક મહત્વના ઘટનાક્રમમાં પોલીસે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના આર્નિયા સેક્ટરમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પાકિસ્તાનથી ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારો અને નશીલા પદાર્થો એકત્રિત કરવાનો અને તેને જમ્મુ-કાશ્મીર તથા પંજાબમાં તેમના સંપર્કો સુધી પહોંચાડવાનો આરોપ છે.

ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ આર્નિયાના ત્રેવા ગામના રહેવાસી રોહિત કુમાર અને અજય તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ ઇન્સ્ટાગ્રામ દ્વારા પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર અને ખાલિસ્તાની ઓપરેટિવ શહેઝાદ ભટ્ટીના સંપર્કમાં હતા અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલી ઓછામાં ઓછી બે ખેપ મેળવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ઇટાલીમાં બનેલી એક બેરેટા પિસ્તોલ, બે મેગેઝિન, ચાર જીવંત કારતૂસ, લગભગ ૫૦૦ ગ્રામ હેરોઈન અને ૫૦૦ ગ્રામ અફીણ મળી આવ્યા હતા.

તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, રોહિત કુમારની ધરપકડ અને પૂછપરછ દરમિયાન તેણે અજયનું નામ આપ્યા બાદ આ રેકેટનો પર્દાફાશ થયો હતો.

પોલીસે કહ્યું કે આ બંને વ્યક્તિઓ માત્ર સ્થાનિક વેચાણકર્તાઓ નહોતા, પરંતુ સરહદ પારની એક મોટી સપ્લાય ચેઈનનો ભાગ હતા અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના ખેતરોમાં ફેંકવામાં આવતી ખેપ એકત્રિત કરતા હતા.

તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “હથિયારો અને નશીલા પદાર્થોની ખેપ મેળવ્યા પછી, તેઓ તેને પંજાબ અને અન્ય વિસ્તારોમાં તેમના સંપર્કોને સોંપતા હતા. તેમની ભૂમિકા સપ્લાયર અને કુરિયરની હતી. થોડા અઠવાડિયા પહેલા, તેમણે પંજાબમાં કેટલાક તત્વોને પિસ્તોલ પણ પૂરી પાડી હતી.”

તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે પ્રથમ ખેપ થોડા મહિના પહેલા આર્નિયાના એક ખેતરમાં ફેંકવામાં આવી હતી.

બીજી ખેપ, જે હવે જપ્ત કરવામાં આવી છે, તે પણ કથિત રીતે પાકિસ્તાનથી ડ્રોનનો ઉપયોગ કરીને નીચે ફેંકવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પકડાઈ ન જવાય તે માટે આરોપીઓએ તે પેકેટ એક ટ્યુબવેલ પાસે જમીનમાં દાટી દીધું હતું.

પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે, પોલીસની એક ટીમે તે સ્થળેથી હથિયારો અને નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા.

આર્નિયાના એસએચઓ (જીૐર્ં) ગુરમીત સિંહે ધરપકડની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આ નેટવર્કની આગળની અને પાછળની કડીઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આર્નિયા પોલીસ સ્ટેશનમાં દ્ગડ્ઢઁજી એક્ટ અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ હ્લૈંઇ નોંધવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓએ અગાઉ આંતરરાષ્ટ્રીય સરહદ પાર હથિયારો અને નશીલા પદાર્થોની દાણચોરી કરવા માટે ડ્રોનના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તપાસકર્તાઓ હવે આ વ્યાપક નેટવર્ક અને તે ખેપ મેળવનારા કથિત વ્યક્તિઓની તપાસ કરી રહ્યા છે.