National

શિક્ષકોની અછત અંગે પંજાબ સરકાર પર સવાલ ઉઠાવ્યા બાદ ‘આપ‘ (AAP) એ ધારાસભ્ય સુખવીર સિંહ મૈસરખાનાને સસ્પેન્ડ કર્યા

આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબના ધારાસભ્ય સુખવીર સિંહ મૈસરખાનાને “પક્ષ-વિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગ” બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. મૈસરખાના મૌર મતવિસ્તારમાંથી પંજાબ વિધાનસભાના સભ્ય છે.

AAPના પંજાબ યુનિટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પક્ષના ધ્યાનમાં આવ્યું છે કે તમે પક્ષ-વિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગમાં સામેલ હોવાનું જણાયું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને, પક્ષમાંથી તમારી પ્રાથમિક સદસ્યતા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે છે.”

મૈસરખાના સામે આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે તેમણે ફેસબુક લાઈવ દરમિયાન પંજાબની શાળાઓમાં શિક્ષકોની અછત અંગે છછઁ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ૧૪.૧૭ મિનિટના વીડિયોમાં મૈસરખાનાએ કહ્યું હતું કે તેમણે વારંવાર છછઁના ઉચ્ચ નેતૃત્વ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કોઈએ આ બાબત પર ધ્યાન આપ્યું ન હતું.

તેમણે દાવો કર્યો હતો કે તેઓ એકમાત્ર એવા ધારાસભ્ય છે જેમણે પોતાના બાળકોને પંજાબની સરકારી શાળાઓમાં ભણવા મોકલ્યા છે. વધુમાં, પ્રથમ વખત ધારાસભ્ય બનેલા મૈસરખાનાએ કહ્યું કે તેઓ ‘ઊંડી વેદના‘ અનુભવી રહ્યા છે અને પક્ષ દ્વારા તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે, જ્યારે તેમણે પંજાબમાં પાયાના સ્તરે છછઁની સ્થિતિ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વીડિયોમાં સ્પષ્ટપણે ભાવુક દેખાતા મૈસરખાનાએ કહ્યું, “હું આ કેટલો સમય સહન કરી શકું? હું વારંવાર આ મુદ્દો ઉઠાવીને થાકી ગયો છું. જાે તેઓ ઈચ્છે તો મારી ટિકિટ કાપી નાખે. હું સિદ્ધાંતોને વરેલો માણસ છું. હું આ કેટલો સમય સહન કરતો રહીશ?”

તેમણે ઉમેર્યું, “મને આવા દબાણનો ડર નથી. ભલે તમે મને જેલમાં નાખો, હું બહાર નહીં આવું. હું ત્યાં જ રહીશ. હું મારા બાળકો અને લોકોના બાળકો માટે અવાજ ઉઠાવી રહ્યો છું.”

મૈસરખાનાના વીડિયોએ ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) ને AAP પર નિશાન સાધવાની તક આપી છે અને કહ્યું છે કે ધારાસભ્યે અરવિંદ કેજરીવાલની પાર્ટી હેઠળ રાજ્યની વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ ‘x‘ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે મૈસરખાનાએ “પંજાબના ખૂબ જ ચર્ચિત શિક્ષણ મોડેલ પાછળની” જમીની વાસ્તવિકતાને ખુલ્લી પાડી છે. “જ્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર આવીને પોતાના જ મતવિસ્તારની શાળાઓમાં પૂરતા શિક્ષકો માટે અપીલ કરવી પડે છે, ત્યારે તે સમગ્ર પંજાબમાં સામાન્ય પરિવારો અને લાખો વિદ્યાર્થીઓ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેના વિશે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે,” એમ તેમણે કહ્યું.