Madhya Pradesh

પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાની કરી પ્રશંસા

ભોપાલ
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયર બ્રાંડ નેતા ઉમા ભારતીએ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાને લઇ મોટું નિવેદન આપ્યું છે ઉમા ભારતીએ જયોતિરાદિત્ય સિંધિયાની ખુબ પ્રશંસા કરી તેમને હીરો બતાવ્યા છે. હકીકતમાં પત્રકારો સાથે વાતચીત કરતા ઉમા ભારતી કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યાં હતાં આ દરમિયાન જયારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ભવિષ્ય પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આગામી ચુંટણીમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ૨૦ બેઠકોથી વધુ બેઠકો મળશે નહીં તેમની પાસે એક હીરો હતો આ કારણે કોંગ્રેસ ૨૦૧૮માં સરકાર બનાવવામાં સફળ થઇ હતી આ હકીકત છે કે તેનાથી અમે હારી ગયા હતાં પરંતુ આજે જે હીરો જયોતિરાદિત્યના રૂપમાં અમારી પાસે છે કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચુંટણીમાં માત્ર ૨૦ બેઠકો પર સમેટાઇ જશે તેની આગામી વિધાનસભા ચુંટણીમાં ૨૦ બેઠકો આવશે તો પણ આ મોટી વાત હશે આ વખતે કોંગ્રેસના સુપડા સાફ થઇ જશે. ઉમા ભારતીનું આ નિવેદન મધ્યપ્રદેશના રાજનીતિમાં નવા સમીકરણોને જન્મ આપતુ જાેવા મળી રહ્યું છે ઉમા ભારતીએ જે રીતે સિંધિયાની પ્રશંસા કરી છે તેનાથી એ સવાલ ઉઠી રહ્યાં છે કે શું શિવરાજથી નારાજ ચાલી રહેલ ઉમા ભારતી નવો મોરચો ખોલવાની તૈયારીમાં છે કે શું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *