Gujarat

ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો તથા ચેક બનાવી લોકો સાથે છેતરપીંડી કરતા ઈસમને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટા ઉદેપુર જિલ્લામાં ચાલતી દરેક પ્રકારની ગેરકાયદેસરની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તથા પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર,  જે પી મેવાડા નાઓની સુચના મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એચ. વાધેલા નાઓ એસ.ઓ.જી. ઓફિસ ખાતે હાજર હતા તે દરમ્યાન ખાનગી માહીતી મળેલ કે, આરોપી નામે કીષ્ણાકુમાર અમદાસભાઇ રાઠવા ઉ.વ ૨૨ રહે, મુંડામોર નિશાળ ફળીયા તા કવાંટ જી, છોટાઉદેપુર ભારતીય  ચલણી નોટો ઇલેક્ટ્રોનીક કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા મોબાઇલ વડે અથવા અન્ય કોઈ સાધન વડે ભારતીય ચલણી નોટો છાપી પ્રીન્ટ કાઢી તેણે છાપેલ નોટોનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ તેઓએ સાહેદ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ કંસારા સમોસાવાળા રહે-કવાંટ વાળા પાસેથી લિધેલ હુન્ડાઇ વરના ગાડી રજી.નં. GJ-22-A-7771ની રૂપીયા ૨,૫૦,૦૦૦/- મા વેચાણ રાખી તેના રૂપીયા આપવાના બદલે પોતે પોતાના મોબાઇલ ફોનમાં ગુગલ ઉપરથી એક ચેક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢવા માટે સૈડીવાસણ ચોકડી ખાતે આવેલ ઓન લાઈનનું કામ કરતા સંદિપભાઇ રાઠવાને તેના ફોનમાંથી વ્હોટસએપ કરી પ્રિન્ટ કઢાવી તે બનાવટી ચેકનો સાચા તરીકે ઉપયોગ કરવા માટે સાહેદ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ કંસારા સોસાવાળાને આપી તેમની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ હોય જે અંગે પાનવડ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.રર્ન ૧૧૧૮૪૦૦૧૦૨૨૦૪૬૦/૨૦૨૨ થી ઈ.પી.કો કલમ- ૪૦૬, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૮૯(૧), ૪૮૯ (ખ) ૪૮૯(૨), ૪૮૯(૫) મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહિ એસ.ઓ.જી. છોટાઉદેપુરના કરી રહેલ છે આ ગુનાની તપાસ દરમ્યાન હજુ ઘણા ભેદ ખુલે તેવી શકયતા છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20221106-203433_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *