Maharashtra

‘આદિપુરુષ’ની ભૂલો સુધારવા વધુ ૧૦૦ કરોડના ખર્ચથી ભારતની સૌથી મોંઘી ફિલ્મ

મુંબઈ
પ્રભાસની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’ની જાહેરાત બાદ સતત તેની ચર્ચા કરવામાં આવી રહી છે. અગાઉ અનેક લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા, પરંતુ ટીઝર જાહેર થયા બાદ દર્શકોમાં નિરાશા જાેવા મળી રહી છે. ફિલ્મના ખરાબ ફહ્લઠની સાથે સાથે સ્ટારકાસ્ટના અજીબો ગરીબ ગેટઅપના કારણે સતત ટીકા કરવામાં આવી રહી છે. ફિલ્મ મેકર્સે શરૂઆતમાં આ ફિલ્મની ટ્રોલિંગને હલ્કામાં લીધી હતી, ત્યારબાદ ટ્રોલિંગ બંધ કરવામાં ન આવતા ફિલ્મમેકર્સે ફિલ્મ રિલીઝ થતા પહેલા ફહ્લઠ પર કામ કરવાનો ર્નિણય કર્યો છે. રિપોર્ટનું માનવામાં આવે તો આ ફિલ્મનું ટોટલ બજેટ ૬૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, ‘આદિપુરુષ’ના ફિલ્મમેકર્સે ફરી એકવાર ફિલ્મ પર કામ કરવાનો ર્નિણય કર્યો છે. જે માટે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું એક્સ્ટ્રા બજેટ અલોટ કરવામાં આવ્યું છે. અગાઉ જે ફિલ્મનું બજેટ ૫૦૦ કરોડ રૂપિયા હતું, તેનો કુલ ખર્ચ ૬૦૦ કરોડથી વધુ થઈ ગયો છે. જે અનુસાર આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ સાબિત થઈ રહી છે. અત્યાર સુધી અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ ‘૨.૦’ બનાવવામાં ૫૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે ભારતની સૌથી મોંઘી ફિલ્મ હતી. બીજા નંબરે ફિલ્મ રામ ચરણ અને જૂનિયર દ્ગ્‌ઇની ફિલ્મ ‘ઇઇઇ’ હતી, આ ફિલ્મ બનાવવામાં ૫૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. એસ. શંકરે ફિલ્મ ‘૨.૦’નું નિર્દેશન કર્યું હતું અને એસ. એસ. રાજામૌલીએ ફિલ્મ ‘ઇઇઇ’નું નિર્દેશન કર્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મ મેકર્સ ફહ્લઠ પર કામ કરી રહ્યા છે. ઉપરાંત લંકેશ બનેલ સૈફ અલી ખાનના લુક પર પણ કામ કરાવવામાં આવી રહ્યું છે. ટીઝર રિલીઝ થયું તે સમયે સૌથી વધુ સૈફ અલી ખાનના લુકની ટીકા કરવામાં આવી હતી, જેને દર્શકો રાવણ નહીં, પરંતુ અલાઉદ્દીન ખિલજી કહી રહ્યા હતા. ઉપરાંત વાનરસેનાવાળા સિક્વન્સને પણ એડિટ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્‌સ અનુસાર આ સીનને ‘એક્વામેન’ અને ‘ગેમ ઓફ થ્રોન્સ’ જેવા હોલીવુડ પ્રોજેક્ટની નકલ ગણાવવામાં આવી રહી હતી. ફિલ્મમાં ફેરફાર કરવામાં આવી રહ્યા હોવાને કારણે ‘આદિપુરુષ’ની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી રહી છે. ડાયરેક્ટર ઓમ રાઉતે સોશિયલ મીડિયા પર નવી રિલીઝ ડેટ વિશે જાહેર કરી છે. ઉપરાંત કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આદિપુરુષ માત્ર એક ફિલ્મ નથી, તે પ્રભુ શ્રીરામ પ્રત્યે અમારી ભક્તિ, સંસ્કૃતિ અને ઈતિહાસ પ્રત્યેની એક પ્રતિબદ્ધતા છે. વ્યૂઅર્સને કંપ્લીટ વિઝ્‌યુઅલ અનુભવ આપવા અમારે ફિલ્મ પર કામ કરવા માટે થોડો વધુ સમય જાેઈએ છે. આ ફિલ્મ ૧૬ જૂન, ૨૦૨૩ના રિલીઝ થશે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ના જાયે. ભારત જેના પર ગર્વ કરે, અમે તે પ્રકારની ફિલ્મ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તમારો સપોર્ટ, પ્રેમ અને આશીર્વાદ અમને આપતા રહો.’

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *