Gujarat

છોટાઉદેપુર પંથકમાં ખાણ -ખનીજ વિભાગના સપાટાથી ફફડાટ

છોટાઉદેપુરના ફેરકુવા અને પાનવડ રોડ ઉપરથી રેતીનું ગેરકાયદે વહન કરતા આઠ વાહનો ઝડપાયા

છોટાઉદેપુર ભૂસ્તર વિભાગનો સપાટો બોલાવી બિનઅધિકૃત રીતે ગેરકાયદેસર રેતી વહન કરતા આઠ વાહનોને ઝડપી પાડી રૂપિયા દોઢ કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવતા રેતી માફિયામાં ફફડાટ વ્યાપી ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓનો આતંક વધી રહ્યા હોવાની વિગતો ભૂસ્તર વિભાગને ધ્યાને આવતાં ભુસ્તર વિભાગ દ્વારા ટીમો બનાવી વોચ ગોઠવવમાં આવેલ અને ધનિષ્ઠ તપાસ નો સિલસિલો ચધાવત રાખવામાં આવતાં ગત તા. ૭ ૧૧ અને તા.૮/૧૧/૨૦૨૨ નાં રોજ ભૂસ્તર વિભાગ અને ખનિજ છોટાઉદેપુરની તપાસ ટીમ દ્વારા રાત્રી ચેકિંગ દરમ્યાન મોજે- ફેરકુવા છોટા ઉદેપુર ખાતેથી બિનઅધિકૃત રીતે સાદીરતી ખનીજનું વહન કરતા ફુલ-૨ ટૂંક સીઝ કરવામાં આવેલ, તથા  છોટાઉદેપુરથી પાનવડ રોડ પર આકસ્મીક તપાસ હાથ ધરતા ફુલ-૬ ટ્રેકટર બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા સીઝ કરવામાં આવેલ, આમ બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા કુલ-૮ વાહનો સીઝ કરી ખૂટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુકવામાં આવેલ જે મુદ્દામાલની કિંમત આશરે ૧.૫ કરોડનો થાય છે. સદર રેડ દરમિયાન મળી આવેલ ભૂસ્તર વિભાગને મોટી સફળતાને લઈ રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. છોટાઉદેપુર પંથકમાં સફેદ રેતીના કાળા અને સફેદ કારોબારને કારણે કરોડોની કમાણી કરી રહેલા ખનન માફીયા બેફામ બન્યા છે. જેના ઉપર અંકુશ મેળવવા માટે ખાણ-ખનીજ વિભાગ સહિત સરકારી તંત્ર દ્વારા લાલ આંખ કરવાની આવશ્યક્તા છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221109-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *