24 કલાક અહીંથી પસાર થતાં વાહનોનું અહીં સદન ચેકિંગ કરવામાં આવે છે તેમજ વાહન નંબર વાહન માલિકનું નામ તેમજ વાહન ક્યાંથી ક્યાં જાય છે તે અંગેની તમામ જાણકારી મેળવી નોંધ કરવામાં આવે છે
આગામી ડિસેમ્બરમાં યોજાના વિધાનસભાની ચૂંટણીને લઇ ને વડોદરા વર્તુળના રેન્જ આઈ.જી તેમજ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોડેલી પીએસઆઇ ડામોર દ્વારા બોડેલી હાલોલ નેશનલ હાઈવે માર્ગ ઉપર બોડેલીના અલી ખેરવા વિસ્તારમાં આવેલ એકતા ગ્રીન્સ સામે એક ચેકપોસ્ટ બનાવવામાં આવી છે આ ચેક પોસ્ટ ઉપર પંચમહાલ જિલ્લામાંથી આવતી તમામ ગાડીઓનું સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
આ અંગે બોડેલી પીએસઆઇ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આગામી ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇ જિલ્લા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને આ ચેક પોસ્ટ ઉપર અન્ય જિલ્લામાંથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમજ અન્ય જિલ્લામાંથી આવતા વાહનોના રજીસ્ટ્રેશન તેમજ વાહન ચાલકને વાહન માલિકના નામ લખી રજીસ્ટર કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું
ફોટા મેલ કર્યા છે
ફોટો લાઈન……. હાલોલ બોડેલી નેશનલ હાઈવે ઉપર બનાવવામાં આવેલી ચેક પોસ્ટ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


