છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના પોલીસ સ્ટેશનની સામે આવેલ શાક માર્કેટ વિસ્તારમાં jupiter સ્કૂટરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી ભરચક વિસ્તારમાં સ્કૂટરમાં આગ લાગતા થોડીવાર માટે અફર તફરી મચી ગઈ હતી બોડેલીના શાક માર્કેટ વિસ્તારમાં રહેતા પત્રકાર હેમંત ઠક્કર તેમની jupiter સ્કૂટરને ચાલુ કરવા જતા હતા તે દરમિયાન એન્જિનના ભાગે અચાનક આગ લાગી હતી અને ભડકો થયો હતો નજીકમાં શાકભાજી વેચતા વેપારીઓમાં ફેલાઈ ગયો હતો. જોકે હેમંતભાઈ ઠક્કરે સાવચેતી દાખવતા તાત્કાલિક પાણીનો મારો શરૂ કરી દઈ આગને કાબુમાં લીધી હતી જેમાં આજુબાજુ આજુબાજુના લોકોએ પણ પાણીનો મારો કરી આગણે ઓલવી નાખી હતી સ્કુટર પર બેસી સ્કૂટરને ચાલુ કરવા જતા હતા તે દરમિયાન જ આગ લાગતા હેમાંગભાઈ ઠક્કરના પગના ભાગે ઝાર લાગી હતી અને ઇજાઓ પહોંચી હતી
ઇમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર


