Gujarat

વંડા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

વંડા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા તા.૦૭/૧૧/૨૦૨૨ થી તા.૨૧/૧૧/૨૦૨૨ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે વંડા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૧૨૨૦૧૦૫/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામે છ મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના વાંસીયાળી ગામેથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી, નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે આજરોજ તા.૦૯/૧૧/૨૦૨૨ ના રોજ સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામેથી પકડી પાડી, પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ વંડા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ
અક્ષય અશ્વિનભાઈ જાદવ, ઉ.વ.૨૨, રહે.સાવરકુંડલા, કેવડાપરા તા.સાવરકુંડલા, જિ.અમરેલી હાલ રહે.સુરત, કાપોદ્રા, બુધ્ધ ભવાની સોસાયટી, જિ.સુરત.
પકડાયેલ આરોપી ફરીયાદીની સગીર વયની દિકરીને સાવરકુંડલા તાલુકાના વાંસીયાળી ગામેથી લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયેલ હતો.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર  ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221110-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *