મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર પેરેન્ટ્સ બની ગયા છે. બિપાસાએ એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. બિપાશા અને કરણે એક નાનકડી પરીનું સ્વાગત કર્યું છે. બિપાશાની ટીમે શનિવારે ન્યૂઝ ૧૮ સાથે કપલના પ્રથમ બાળકના જન્મના સમાચારની પુષ્ટિ કરી છે. કપલ ખૂબ જ ખુશ છે. કારણ કે તેમણે ખુલાસો કર્યો હતો કે, તે એક દિકરી ઈચ્છતા હતા. ઓગસ્ટમાં બિપાશાએ ખુલાસો કર્યો હતો કે, તે અને કરણ પ્રાર્થના કરી રહ્યા છે કે તેમને એક બાળકી થાય. તેઓ પહેલાથી જ બેબીને ફીમેલ કહીને સંબોધન કરી રહ્યા હતા. બિપાશા બસુએ બોમ્બે ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે અમને એક બાળકની ઈચ્છા હતી, અમે એક બાળકીની ઈચ્છા રાખી હતી. મને ખબર છે એક બાળક સુંદર ગીફ્ટ છે. તે કોઈ પણ જેન્ડરમાં હોય, તેનો સ્વિકાર કરવો જાેઈએ.અને ખાસ વાત એ છે કે, અમને અમારા બાળકને શી કહીએ છીએ. અમને માનીએ છીએ કે, જ્યારથી અમે બેબી પ્લાનિગ કર્યું છે, ત્યારથી એક બેબી ગર્લ ઈચ્છતા હતા. બિપાશા બસુએ આગળ કહ્યું કે, કરણ અને હું શરુઆતથી જ ક્લિયર હતા કે અમે એક બેબી ઈચ્છીએ છીએ. મને તેના વિશે કોઈ આઈડિયા નથી કે આટલુ મો઼ડુ શા માટે થઈ અને તેમાં સમય શા માટે લાગ્યો. મારા માટે આ યોગ્ય છે. મારુ માનવુ છે કે, અમારુ પોતાનું બાળક હોવું જાેઈએ, અમે અભિવ્યક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ. બિપાશાએ પોતાની પ્રેગ્નેન્સીને ખૂબ એન્જાેય કર્યું છે. બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરે આ વર્ષે ઓગસ્ટમાં ફેન્સને ખુશખબર આપી હતી કે તેમના ઘરે એક નાનુ મહેમાન આવવાનું છે.ઈંસ્ટાગ્રામ પર બિપાશાએ પોતાના બેબી બંપનો ફોટો શેર કરી ફેન્સને આંચકો આપ્યો હતો. તેમણે ખુલાસો કર્યો હતો કે, તેમનો પરિાર હવે ત્રણ સભ્યોવાળો પરિવાર બનવા તૈયાર છે.


