Gujarat

ઉનાના ઉમેજ ગામે આંબા વાળી માંથી 10 લંબાઈ ધરાવતો મહાકાય અજગર આવી ચઢ્યો ખેડુતોમાં ભય ફેલાયો…

ઉના તાલુકાના ઉમેજ ગામે એક આંબાવાડીમાં મહાકાય અજગર વાડીમાં આવી ચઢેલ હોય વાડી માલિકને નજરે પડતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. અને રેસ્ક્યું ટીમ સ્થળ પર દોડી જઈ આ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.
ઉનાના ઉમેજ ગામે રાવલ નદીના કિનારે આંબાનો બગીચો ધરાવતા સિવરાજસિંહ ભૂપતભા સાંખટની વાડીમાં 10 લંબાઈ ધરાવતો મહાકાય અજગર માલિકને નજરે પડતાં જશાધાર ગીર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.અને ગીર ફોરેસ્ટ વિભાગના અધિકારી વી. આર ચાવડા, જે. સી ઝાલા, રણજીત પરમાર અનેં રામભાઇ મકવાણાએ ઉમેજ ગામે આવીને અજગરને મહામુસીબતે રેસ્ક્યુ કરી કોથળામાં લઈ જઈ જંગલમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. જેથી વાડી માલીકે હાશકારો અનુભવ્યો હતો.

IMG-20221113-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *