Gujarat

બોડેલી તાલુકા ના ભગવાન પૂરા ગામ પાસે થી પસાર થતી કડિલા માઇનોર કેનાલ માં ફરી એક વખત ગાબડું પડતા ખેડૂતો ના સિંચાઈ ના પાણી નો સપ્લાય ખોરવાઈ જાય તેવી ભિતી સેવાઈ રહી હતી ત્યારે તંત્ર નુ ધ્યાન દોરી તેમના ભરોસે રહેવા કરતાં ખેડૂતો એ જાતે જે સી બી મંગાવી ને ગાબડું પુરાવી દીધું હતું

કડીલા માઇનોર માં ઠેકઠેકાણે ગાબડાં પડતાં રહ્યા છે. ત્યારે ત્યાં વધુ એક વખત ગાબડું પડ્યું હતું. ખેતર માં પાણી લેવા માટે ખેડૂતો આયોજન માં લાગ્યા છે. ત્યારે જ ગાબડું પડતા ખેડૂતો માટે ઉભા પાક ને નુકશાન થાય તે પોષાય તેમ નથી. તેથી તંત્ર ને જાણ કરાય તે પહેલાં જ કેનાલ માં પડેલું ગાબડું પૂરવા માટે જે સી બી કામે લગાડ્યું અને કામગીરી ખેડૂતો એ કરી લીધી હતી. ત્યાં અધિકારી ગયા ત્યાં કામ પૂર્ણ થયું હતું.
    તંત્ર માટે આવા ગાબડાં તત્કાળ પૂરવા માટે આયોજન કરવું પડે તેમાં ખૂબ વિલંબ થાય . તેથી ખેડૂતો આવું સમજી ને પોતાની પાણી માટે ની મહત્વતા સમજી કામગીરી કરી હતી. હવે કેનાલ માં પણી પહોંચાડવા માટે અધિકારી પાસે ખેડૂતોએ રજૂઆત કરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221113-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *