Gujarat

EVM – VVPAT ના નિદર્શન સાથે તાલીમમાં ચૂંટણી પ્રક્રિયાના નિયમોની જાણકારી અપાઈ

જૂનાગઢમાં પ્રિસાઈડિંગ અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમ ચૂંટણી અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર EVM – VVPATના નિદર્શન સાથે ચૂંટણી પ્રક્રિયાના નિયમોથી વાકેફ કરવામાં આવ્યા હતા

        શહેરના શામળદાસ ગાંધીધામ હોલ ખાતે આયોજિત આ પ્રથમ તાલીમમાં  પ્રિસાઈડિંગ અને પોલિંગ ઓફિસરને મતદાન માટે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ સહિતના ઉપકરણોને આવરી લઈ નિદર્શન સાથે ટેકનિકલ બાબતોની પણ જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત મોકપોલ, EVM મશીન સીલ કરવા વગેરે ચૂંટણીલક્ષી બાબતો પરત્વે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તાલીમાર્થી અધિકારી કર્મચારીઓના ચૂંટણી ફરજ અંગેના પ્રશ્નોનું પણ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપી સમાધાન કરી આપવામાં આવ્યું હતું.

talim-jnd-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *