Maharashtra

અનુપમ ખેરે વીડિયો શેર કરી દર્શાવી નારાજગી,પોતાની ફિલ્મ માટે જ ના મળી ટીકીટ

મુંબઈ
અનુપમ ખેરની ફિલ્મ ‘ઉંચાઈ’ બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કરી રહી છે. નવાઈની વાત એ છે કે, પોતાની ફિલ્મ થિયેટરમાં જાેવા પહોંચ્યા તો શો હાઉસફુલ હોવાના કારણે ટિકિટ નહતી મળી. તેણે ટિ્‌વટર પર આ ઘટના વિશે જણાવ્યુ હતું. અનુપમ ખેરે ટિ્‌વટ કરીને વીડિયો શેર કરતા લખ્યુ છે, “મને ‘ઉંચાઈ’ ફિલ્મની ટિકીટ નથી મળી! પહેલીવાર અસફળતામાં સફળતા જાેવા મળી! મેં ક્યાંક ખુશીથી પાગલ ના થઈ જાવ. કંઈ પણ થઈ શકે છે! હા હા હા! જય હો!” જણાવી દઈએ કે ‘ઉંચાઈ’ પ્રેમ અને દોસ્તીના અહેસાસ વિશે છે, જેને એક શબ્દમાં પરોવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વીડિયોમાં, અનુપમ ખેરને ટિકીટ કાઉન્ટર પર જઈને ફિલ્મની ટિકિટ માંગતા જાેઈ શકાય છે, જે ફેમિલી ડ્રામા બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મ તેની ૨૦૧૫માં ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ બાદ નિર્દેશનમાં તેના કમબેકનું પ્રતિક છે. જેમાં સલમાન ખાન અને સોનમ કપૂર અહૂજાએ અભિનય કર્યો હતો. અમિતાભ બચ્ચન, બોમન ઈરાની અને અનુપમ ખેરની મુખ્ય ભૂમિકાઓવાળી ‘ઉંચાઈ’ ૧૧ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ‘ઉંચાઈ’ને હિન્દી બેલ્ટમાં મોટી ફિલ્મનો સામનો કરવો પડ્યો. બૉક્સ ઓફિસના નંબર જણાવીએ કે સિમીત સ્ક્રિનની છતાં ખૂબ જ સારુ પ્રદર્શન કર્યુ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટિ્‌વટ કરી છે કે, ‘ઉંચાઈ’એ પહેલા દિવસે ૧.૮૧ કરોડ રુપિયાની કમાણી હતી.

Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *