Gujarat

વંથલી આવેલ મઘ્યાસ્થ કૉંગ્રેસ કાર્યાલય ખાતે 80 થી વધુ યુવાનો કૉંગ્રેસ માં જોડાયા….

જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવેલ 85 માણાવદર વિધાનસભા સીટ ની કૉંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે વંથલી ટીનમસ કણજડી નવાગામ શાપુર  અને કણજા ગામના 80 થી વધુ યુવાનોએ આજરોજ 85 માણાવદર વિધાનસભા સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી ના હસ્તે કૉંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો.
આ તકે વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પાડલીયા, માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડેલિકેટ હરિભાઈ કણસાગરા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, વંથલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ વાણવી સહિતના કોંગ્રેસના હોદેદારો કાર્યકરોએ ખાસ હાજર રહી તમામ જોડાયેલા નવનિયુક્ત  યુવાનોને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા..
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20221113_214519.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *