Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં બાળકોનાં નિષ્ણાંત તબીબ ન હોય આમજનતાને બાળદર્દોના નિદાન માટે મજબૂર થઈને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે..વિકાસની વાતો વચ્ચે આ બાળદિન નિમિત્તે આ પણ નરી વાસ્તવિકતા છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો આજે બાલદિનની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લેતાં બાલ દિન એટલે બાળકો માટેનો ખાસ દિવસ. પરંતુ અફસોસ વિકાસની મોટી ગુલબાંગો વચ્ચે સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં બાળકોના નિષ્ણાંત તબીબ જ નથી..!! શૈશવને કિલકિલાટ કરતું જોવા માટે પણ સરકાર દ્વારા પૂરતાં પ્રમાણમાં સરકારી હોસ્પિટલમાં બાળકોને લગતાં દર્દોના નિષ્ણાંતો હોવા જોઈએ.. હા, ટૂંક સમયમાં નિમણૂંક થશે એવા આશ્ર્વાસનોથી હાલ તો મન મનાવી અને બાળદિનની ઉજવણી કરીએ.. શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી પૂર્ણ પ્રમાણમાં સગવડો મળે એ વિકાસશીલ રાષ્ટ્રોની પ્રાથમિકતા હોય છે.. પરંતુ હજુ પણ સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં પૂર્ણ કાલીન બાળકોનાં દર્દોના નિષ્ણાંત તબીબ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.વિકાસનો અર્થ આ થોડો હોય શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *