Gujarat

લિંબાયતમાં ૧૩ વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનારા આરોપીને ૨૦ વર્ષની જેલ થઇ

સુરત
એક વર્ષ અગાઉ લિંબાયતની ૧૩ વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાવીને ગોધરા લઇ જઇ બળાત્કાર ગુજારનારા આરોપીને પોક્સો કોર્ટના વિશેષ ન્યાયાધિશ ભરતકુમાર પૂજારાની કોર્ટે ૨૦ વર્ષની સજા, રૂપિયા ૫૦ હજારનો દંડ અને જાે દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી. લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, લિંબાયતની કિશોરી નજીકના કારખાનામાં કામ કરતી હતી. પરંતુ ૧૫મી માર્ચ ૨૦૨૧ના રોજ નહીં આવતા તેણીના માતા-પિતાએ ૧૩ વર્ષીય કિશોરીની તપાસ આદરી હતી. ત્યારે કારખાનાના માલિકે કહ્યું કે, તમારી દીકરી દિનેશ પ્રજાપતિ સાથે ઘરે જવા નિકળી હતી. દીકરી નહીં આવતા અંતે માતાએ પોલીસ ફરિયાદ કરી હતી અને બાદમાં સામે આવ્યું હતું કે, આરોપી દિનેશ લગ્નની લાલચે કિશોરીને ભગાડી ગોધરા લઇ ગયો હતો અને ત્યાંથી દાહોદ લઇ જઇ પોતાના મામાને ત્યાં રોકાયો હતો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસ તપાસમાં આરોપી પકડાઈ જતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો અને ટ્રાયલ બાદ આજે કોર્ટે સગીરાને ભગાવી જઇ બળાત્કાર કરવાના ગુનામાં ૨૦ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *