Gujarat

બનાસકાંઠા એલસીબીએ હાથ બનાવટની બંદૂક સાથે એકને ઝડપાયો

બનાશકાંઠા
બનાસકાંઠા એલસીબી પોલીસે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હાથ બનાવટની બંદૂક ઝડપી પાડી છે જેમા પોલીસે એકે ઈસમની અટકાયત કરી કુલ મુદ્દા માલ કબજે લઈ થરા પોલીસ એ કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બંદૂક ઝડપાઈ છે. જેમાં બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમીના આધારે જયપાલસિંહ વાઘેલા રહે ઉણ કાંકરેજ વાળાએ પોતાના કબ્જા ભોગવટાના અણદપુરા ગામની સીમમાં ઉણથી સિયા જતા રોડની બાજુમાં આવેલ અણદપુરા ગામની સીમમાં ખેતરમાં બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર વગર પાસ પરમીટનું દેશી હાથ બનાવટનું હથિયાર સંતાડી રાખેલ છે. જે બાતમી હકીકત આધારે સદરે હકીકત વાળી જગ્યાએથી આ કામના આરોપી જયપાલસિંહ વાઘેલા બંદૂક એલસીબી પોલીસે ઝડપી કુલ મુદ્દામાલ પોલીસે કબજે લઈ થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *