Gujarat

દાંતા 10 વિધાનસભા સીટ ઉપર ત્રિકોણીય જંગ

*ત્રણેય ઉમેદવારો ગોર નિંદ્રામાં પ્રચારના નામે શૂન્ય ઘણા ખરા વિસ્તારોમાં મતદારો ને ખબર જ નથી કે તેમનો ઉમેદવાર કોણ છે અને કયા પક્ષનો છે*
વિધાનસભાની ચૂંટણીના ગણતરીનો દિવસો બાકી રહ્યા છે ત્યારે ત્રણેય ઉમેદવારે તેમની ઉમેદવારીનું ફોર્મ ભરી ચૂક્યા છે પણ પ્રચારના નામે હાલનું દ્રશ્ય જોઈ લાગી રહ્યા છે કે ઉમેદવારોની હાલ સુધી નિંદ્રા ઉઠી નથી હવે જોવાનું રહ્યું કે આવતા દિવસોમાં તેમનો પ્રચાર પ્રસાર કેવી રીતે ચાલે છે અને ઘણા ખરા વિસ્તારોમાં ઉમેદવારોને મતદારો ઓળખી પણ નહીં શકે માટે દરેક ઉમેદવારે જમીન સ્થડે પ્રચાર કરવો પડશે અને મતદારોની પડી રહેલી સમસ્યા ને જાણવી પડશે અને પોતાના મુદ્દાઓ પ્રજા સમક્ષ લઈ જવા પડશે હાલનું દ્રશ્ય જોઈ લાગી રહ્યું છે કે આ ત્રિકોણીય જંગ માં કોનો પલ્લો ભારી છે કોનો કમ છે એ અનુમાન લગાવો મુશ્કેલ છે કારણ કે ઉમેદવારોને ઘણા ખરા વિસ્તારોમાં મતદારો ને ખબર જ નથી કે તેમનો ઉમેદવાર કોણ છે અને કયા પક્ષનો છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20221117_191612.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *