Gujarat

આત્મિયતા અને માનવતાથી જ અમે પૂર્ણ માનવ બની શકીશું.. નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ

નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખાના વિશાળ મેદાનો ખાતે ચાર દિવસીય ૭૫મા વાર્ષિક નિરંકારી સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ-વિદેશના સમાજના વિભિન્ન સ્તરના દશ લાખથી વધુ શ્રદ્ધાળુ ભક્તો તથા પ્રભુ પ્રેમી સજ્જનો સદગુરૂ વચનામૃત તથા સંતવાણીનો રસાસ્વાદ લઇ રહ્યા છે.સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા તેમના જીવનસાથી રાજપિતા રમીતજીનું સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ પર આગમન થતાં સમાગમ સમન્વય સમિતિના સદસ્યો દ્વારા ફુલહારોથી સ્વાગત કરી ફુલોથી શણગારેલ જીપમાં વિરાજમાન કરી મુખ્ય મંચ સુધી લઇ જવામાં આવ્યા હતા.   

કાર્યક્રમના બીજા દિવસે માનવતાના નામે દિવ્ય સંદેશમાં નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે કહ્યું હતું કે “આત્મિયતા અને માનવતાથી અમે પૂર્ણ માનવ બની શકીશું.” કોવિડ મહામારીના કારણે માનવનું માનવની સાથે મળવું સંભવ નહોતું તેથી લગભગ બે વર્ષના અંતરાલ પછી આજે અહીયાં દેશવિદેશના લાખો સંતો-ભક્તો ભેગા થયા છે.સંત હંમેશાં માનવતાની સેવા કરવા માટે તત્પર રહેતા હોય છે.કોવિડ દરમ્યાન નિરંકારી મિશન દ્વારા આયોજીત રક્તદાન શિબિર,સંત નિરંકારી સત્સંગ ભવનોને કોવિડ કેર સેન્ટર બનાવ્યા,રસીકરણ માટે વિશેષ શિબિર તથા જરૂરતમંદો સુધી સહાયતા પહોંચાડવી વગેરે તેના પ્રત્યક્ષ પ્રમાણ છે.

આજે માનવના મનમાં નફરતની ભાવના વધી ગઇ છે જેના કારણે માનવ-માનવ વચ્ચે દિવાલ ઉભી થઇ છે જેને પ્રેમના પૂલના માધ્યમથી ધરાશાઇ કરી એકત્વ અને પોતાપણાની ભાવના બન્યા પછી જ દરેક માનવ સુખચૈનથી જીવન વ્યતિત કરી શકશે. દેશની આઝાદીના અમૃત મહોત્સવ વિશે સદગુરૂ માતાજીએ કહ્યું કે નિરંકારી મિશન પણ ૭૫મો વાર્ષિક સંત સમાગમ મનાવી રહ્યું છે.દેશની આઝાદીના દ્વારા અમે ભૌતિકરૂપે તો આઝાદ થઇ ગયા છીએ પરંતુ આત્માની આઝાદી એક પ્રભુ પરમાત્માની ઓળખાણ દ્વારા જ સંભવ બને છે અને ત્યારબાદ જ આપણામાં માનવીય ગુણો આવે છે અને મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ.

૭૫મા નિરંકારી સંત સમાગમનો વિષય આત્મિયતા અને માનવતા રાખવામાં આવ્યો છે જેને આધાર બનાવીને વક્તા અને કવિઓ પોતાના વિચાર,ગીત,કવિતાઓ પ્રસ્તુત કરી રહ્યા છે.આત્મિયતા વિના માનવતા અને માનવતા વિના આત્મિયતાની કલ્પના વ્યર્થ છે.માનવ શરીર તો મળ્યું પરંતુ જેનામાં માનવતાના ગુણો છે તે જ વાસ્તવમાં માનવ છે.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

17-11-2022A.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *