હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ..
સમગ્ર શિક્ષા ગાંધીનગર માર્ગ દર્શક હેઠળ તારીખ 16/11/2022 ના દિવસે સૌરાષ્ટ્ર ઝોન ના કલા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ યોજેલ કલાઉત્સવ માં ગોરખમઢી મોડેલ સ્કૂલ માં અભ્યાસ કરતી સુત્રાપાડા ના થરેલી ગામ ની ખેડૂત પરિવારની દીકરી મનાલી બેન ગોવિંદભાઈ બામણીયા એ ચિત્રકામ સ્પર્ધા માં ભાગ લઈ સૌરાષ્ટ્ર માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે મનાલી બેને સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્ય કક્ષા માં યોજાનાર સ્પર્ધામાં સ્થાન મેળવતા થરેલી ગામ તેમજ મોડલ સ્કૂલ ગોરખમઢી નું ગૌરવ વધારતા શાળા ના સંચાલક તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મનાલિબેન ના પરિવાર દ્વારા પણ ઠેર- ઠેર થી શુભેચ્છા ની વર્ષા થઈ રહી છે.


