Gujarat

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

આગામી તા. 5/12/2022 થી 9/12/2022 તથા 21/12/2022 થી 25/12/2022  સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં જામનગર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ દ્વારા વર્ષ- ૨૦૨૨ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસ કરવાની હોવાથી જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ શ્રી ભાવેશભાઈ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *