કોરોના વાયરસને કારણે દેશ અને વિશ્વની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં ફિલ્મોથી માંડીને ક્રિકેટ સુધીની દરેક ક્ષેત્રો આ રોગની અસરોની ચપેટ આવ્યા છે. સ્વાભાવિક છે કે સામાન્ય જીવનને લગતી બાબતો પણ બચી નથી. આ બધાની વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારીને ત્રણ રૂપિયા કરવામાં આવી છે.
વિશ્વમાં તેલની કિંમતોને લઈને જંગ છેડાઈ ચુકી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ હવે એક્સાઈઝ ડ્યુટીમાં વધારાને લીધે ભારતમાં ગ્રાહકોને વધારે ફાયદો મળી શકશે નહીં. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો કેમ ઓછી નથી થઈ રહી તે અંગે વિપક્ષ સવાલો ઉભા કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 35 ટકાનો ઘટાડો થયો છે અને આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલના ભાવમાં ઘટાડો કરીને પ્રતિ લિટર 60 રૂપિયા ભાવ કરવો જોઇએ. તેમણે કહ્યું હતું કે આ પગલું સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે મદદ કરશે. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની રાજકીય પરિસ્થિતિ તરફ ધ્યાન દોરતાં ટ્વીટ કર્યું,
વડા પ્રધાન, જ્યારે તમે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવામાં વ્યસ્ત હતા, ત્યારે કદાચ તમે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 35 ટકાનો ઘટાડો જોઈ શક્યા નહિ. શું તમે પેટ્રોલના ભાવ 60 રૂપિયાથી નીચે લાવીને ભારતીય નાગરિકોને ફાયદો કરાવશો?
Hey @PMOIndia , while you were busy destabilising an elected Congress Govt, you may have missed noticing the 35% crash in global oil prices. Could you please pass on the benefit to Indians by slashing #petrol prices to under 60₹ per litre? Will help boost the stalled economy.
ભાવ કેટલા છે
પેટ્રોલના ભાવ 13 માર્ચે દિલ્હીમાં લિટર દીઠ 70 રૂપિયા, કોલકાતામાં 72.70 રૂપિયા, મુંબઇમાં 75.70 રૂપિયા, ચેન્નઈ 72.71 રૂપિયા હતા. 14 માર્ચના રોજ નજીવા ભાવ ઘટ્યા હતા. આ દિવસે દિલ્હીમાં લિટર દીઠ ભાવ 69.87 રૂપિયા હતા જયારે કોલકાતામાં તે રૂ. 72.57, મુંબઇ રૂ. 75.57 અને ચેન્નઈ 72.57 રૂપિયા છે.
આ ઉપરાંત 13 માર્ચે દિલ્હીમાં ડીઝલની કિંમત પ્રતિ લીટર 62.74 રૂપિયા, કોલકાતામાં 65.07, મુંબઇમાં 65.68, ચેન્નાઇમાં 66.19 હતી. 14 માર્ચે તે દિલ્હીમાં 62.58 રૂપિયા, કોલકાતામાં 64.91 રૂપિયા, મુંબઇમાં 65.51 રૂપિયા અને ચેન્નઇમાં રૂ .66.02 થઈ છે.
ક્રૂડ ઓઈલના ભાવ હજુ ઘટી શકે છે
કોરોના વાયરસને કારણે વિશ્વના ઘણા દેશોમાં ભય વધી ગયો છે. આને કારણે ડોલર સામે ભારતીય રૂપિયો પણ નબળો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાને કારણે આગામી દિવસોમાં ક્રૂડ તેલનો ભાવ વધુ ઘટશે.
Source: VTV News Gujarati (For Development Purpose)